માંજલપુરમાં દારૂ પીધેલા યુવાનની લવારી, “મારા પિતા ડીવાયએસપી છે” કહી ટોળાને ધમકાવ્યું, પોલીસે ધરપકડ કરી

માંજલપુરમાં દારૂ પીધેલા યુવાનની લવારી, “મારા પિતા ડીવાયએસપી છે” કહી ટોળાને ધમકાવ્યું, પોલીસે ધરપકડ કરી

વડોદરાના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા પાસે એક અકસ્માતની ઘટના જોવા લોકો ભેગા થયા હતા ત્યારે દારૂના નશામાં ધૂત જય પટેલ નામના યુવાને ટોળામાં આવી લવારી શરૂ કરી હતી. લોકોના ટોકવામાં તેણે જવાબ આપ્યો કે “મારા પિતા ડીવાયએસપી છે, શું થાય તે કરી લો”, અને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું.

ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા માંજલપુર પોલીસે રાતે 11 વાગ્યે ઘટના સ્થળે પહોંચી જય પટેલની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે જયના પિતા કોઈ ડીવાયએસપી નહીં પરંતુ GIDC વિસ્તારમાં લેથ મશીનનો શેડ ધરાવતા વેપારી છે. લોકોએ ફેલાવેલી માહિતી ખોટી હોવાનું પોલીસ ઈન્ચાર્જ કે.પી. ખરાદીએ સ્પષ્ટ કર્યું.

  • Related Posts

    કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

    વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોની જાણ બાદ…

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સંસ્કારી નગરીની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી આજે રંગોના મહેરામણમાં ડૂબેલી જોવા મળી હતી. હોળીના પવિત્ર પર્વ બાદ આજે ધુળેટી પર્વ…

    error: Content is protected !!