અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધરપકડ

અમદાવાદના બારેજા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ અને પોતાની સગી બહેને પહેરવા માટે આપેલા સોનાના હારના વિવાદમાં ફસાઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સાસરીયાઓનો ત્રાસ અને પ્રેમીએ આપેલા દગાના કારણે પરિણીતાએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જણાય છે. સમગ્ર મામમલે પોલીસે ગુનો નોંધીને એક મહિલા સહિત 4ની ધરપકડ કરી છે.

સમગ્ર મામલે મૃતક મહિલાના બાવળાના 30 વર્ષીય ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની નાની બહેનના લગ્ન વર્ષ 2017માં બારેજા ખાતે રહેતા અમિત રમેશભાઈ બેલદાર સાથે થયા હતા. ગત 8મી માર્ચ, 2026ના રોજ ફરિયાદીને તેના બનેવી અમિતનો ફોન આવ્યો હતો. જેમાં અમિતે જાણવા મળ્યું હતું કે, ‘તમારી બહેને ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી છે. તેને બારેજાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.’મળતી માહિતી મુજબ, એક પ્રસંગ દરમિયાન મૃતક મહિલાને તેની મોટી બહેને પહેરવા માટે સોનાનો હાર આપ્યો હતો. પરંતુ બારેજામાં રહેતા સમીર ઉર્ફે ગુડ્ડુ કાદરખાન નામના શખસ સાથે પ્રેમ સંબંધ હોવાથી મૃતકે મહિલાએ આ સોનાનો હાર સમીરને આપી દીધો હતો. જો કે, આ પછી સમીરે પોતાના ભાઈ મુસ્તુફા મારફતે આ હાર બારેજામાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગીરવે મૂકી દીધો હતો. આ દરમિયાન મૃતકે મહિલાએ વારંવાર હાર પરત માંગવા છતાં પ્રેમી સમીરે સોનાનો હાર પાછો આપ્યો ન હતો.

બીજી તરફ, મોટી બહેન સોનાના હારની માંગણી કરી રહી હતી. જેમાં સોનાનો હાર પરત ન આવતા મૃતકના પતિ અમિત અને સાસુ મંજુલાબેન ઉર્ફે ટીનીબેને મૃતક પર હાર પરત લાવી મોટી બહેનને આપી દેવા દબાણ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ઘટનાના દિવસે ઘરની બહાર અમિતે પત્ની સાથે મારઝૂડ કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!