સુરસાગર તળાવમાં જળચર જીવોના રક્ષણ અને પૂરતા ઓક્સિજન માટે નવ લાખ રૂપિયા ઉપરાંતના ખર્ચે ઓટો ઓપરેટિંગ ઓક્સિજન સિસ્ટમ લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

સૂરસાગર તળાવના લાખો રૂપિયાના ખર્ચે કરાયેલા બ્યૂટિફિકેશન બાદ પણ અવારનવાર જળચર જીવો માછલીઓ,કાચબાના મોત થતાં હતાં અહીં માનવ ઓપરેટિંગ સિસ્ટમ સાથે નવ ઓક્સિજન પોઇન્ટ્સ હતા ઘણીવાર કેટલાક કારણોસર અહીં અવારનવાર ઓક્સિજન ની અછતના કારણે હજારોની સંખ્યામાં માછલીઓના મોત નિપજતાં હતા જેના કારણે આ બ્યુટિફિકેશન કરાયેલા તળાવ તથા આસપાસના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ પણ ફેલાતી હતી તદ્પરાંત મૃત માછલીઓ ના નિકાલ કામગીરી પાછળ પણ ખર્ચ થતો હતો પરંતુ હવે વડોદરા મહાનગરપાલિકાના સુએઝ વિભાગ દ્વારા અંદાજે 9 લાખ ઉપરાંતના ખર્ચે નવી ઓટો ઓપરેટેડ સિસ્ટમ ઓરીઝોન લગાડવામાં આવી રહી છે જે સુરસાગર તળાવમાં 15 પોઇન્ટ્સ પર લગાવવામાં આવશે.

જેના કારણે જળચર જીવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પૂરું પાડશે સાથે જ આ સિસ્ટમ ની ખાસિયત એ છે કે આ ઓટો ઓપરેટિંગ સિસ્ટમ છે એટલે માનવી ચૂકી જાય એવી કોઈ ક્ષતિ આમાં નહીં રહે બીજી તરફ જો કોઇ કારણોસર કોઇ પોઇન્ટ પર સિસ્ટમ કામ કરતી અટકશે તો તે શાના કારણે અટકી છે તેની તરતજ માહિતી પાલિકાને મળશે.ઓપરેટરને આ સિસ્ટમ શાના કારણે, અટકી છે તે કયા પોઇન્ટ પરની સિસ્ટમ અટકી છે તે તમામ માહિતી ઉપલબ્ધ થતાં તાત્કાલિક તે ટેક્નિકલ ખામી ગણતરીના સમયમાં જ દૂર કરી શકાશે.અગાઉ સુરસાગર તળાવમાં 9 ઓક્સિજન પોઇન્ટ હતા જે હવે 15 પોઇન્ટ્સ મૂકવામાં આવ્યા છે.ઓક્સિજનનુ લેવલ આ ઓટો ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા મેઇન્ટેઇન રાખવામાં મદદ મળશે.





