કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોની જાણ બાદ કરજણ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ મૃતકની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરાઈ છે તેમજ મૃત્યુનું કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.

પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ, સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય તકનીકી આધારોના આધારે સમગ્ર મામલાની દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.

આ બનાવને લઈ સ્થાનિકોમાં ભય અને ઉત્સુકતા ફેલાઈ છે. કરજણ પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહેવાની અને તપાસમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

  • Related Posts

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સંસ્કારી નગરીની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી આજે રંગોના મહેરામણમાં ડૂબેલી જોવા મળી હતી. હોળીના પવિત્ર પર્વ બાદ આજે ધુળેટી પર્વ…

    અયપ્પા મંદિરમાં ઉજવાતો ‘પોંગાલા મહોત્સવ’ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી

    અયપ્પા મંદિરમાં ઉજવાતો ‘પોંગાલા મહોત્સવ’ એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે સ્ત્રી શક્તિ, અખૂટ શ્રદ્ધા અને સમુદાયની એકતાનું ભવ્ય પ્રતીક છે. કેરળની પવિત્ર ભૂમિ પરથી ઉતરી આવેલી આ…

    error: Content is protected !!