એક અઠવાડિયા પહેલાં જ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડશિપ થયા બાદ પરિણીત જિમ સંચાલકે પરિણીતા પર હોટલમાં બળાત્કાર ગુજારતાં પરિણીતાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીછે.
પોલીસના કહ્યા મુજબ,પીડિતાનો એક સપ્તાહ પહેલાં જ સાગર મકવાણા સાથે સોશ્યલ મીડિયા પર પરિચય થયો હતો.ત્યાર બાદ બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત થઇ હતી અને સાગરે પરિણીતાને મળવા માટે બોલાવી હતી.ગઇકાલે સાંજે હરણી તળાવ પર મુલાકાત થયા બાદ સાગરે ક્યાંક શાંતિથી બેસીને વાતચીત કરીશું તેમ કહી પોતાના એક્ટિવા પર પીડિતાને ગોલ્ડન ચોકડી પાસે આવેલી સાંઇ શ્રધ્ધા હોટલના રૃમ નંબર ૨૦૨માં લઇ ગયો હતો.
સાગરે પીડિતાને નાનુ ચપ્પુ બતાવી ધમકાવી હતી અને બે વાર બળાત્કાર ગુજાર્યો હતો.બનાવને પગલે ડઘાઇ ગયેલી પરિણીતાએ ગઇ સાંજે જ હરણી પોલીસ સ્ટેશનના પીઆઇ એસવી વસાવાને જાણ કરી ફરિયાદ નોંધાવતા તેમણે ધમકી અને બળાત્કારનો ગુનો નોંધી ઘર નીચે જ એમડી ફિટનેસ નામે જિમ ચલાવતા સાગર અરૃણભાઇ મકવાણા(ડી-૧૯,સાંનિધ્ય ટાઉનશિપ,ન્યુ વીઆઇપી રોડ)ની ધરપકડ કરી હતી.હરણી પોલીસે હોટલમાંથી સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા મેળવવા તજવીજ કરી છે.





