ઉટીયાદરા ઞામે ઝડપાયેલા દારૂ ના કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓ પકડાયા છે.
ઞત 3 મે ના રોજ ભરૂચ એલસીબીને બાતમી મળી હતી કે કોસંબાનો બુટલેગર જીજ્ઞેશ કૌશિક પટેલ ઉટિયાદરા ગામની શિલાલેખ સોસાયટીના એક ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઉટીયાદરા ઞામે શિલાલેખ સોસાયટી મા દરોડો પાી વિદેશી દારૂની 1664 બોટલ ઝડપી પાડી હતી પોલીસે રૂ. 3 લાખનો દારૂ, મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 4.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં જીજ્ઞેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત 10 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે પૈકી અગાઉ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હવે પોલીસે ઝનોર ગામની સોનેરી ટેકરી વિસ્તારમાં રહેતા શશીકાંત ઉર્ફે શશી કાંતિલાલ વસાવા અને રાકેશ ઉર્ફે ગફુર જીતુ જોશીની ધરપકડ કરી આગળની વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી,
રિપોર્ટર, અવિ સૈયદ અંકલેશ્વર





