આણંદ નજીક એક મોટી દુર્ઘટના સર્જાઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. આણંદના ખંભાત નજીક પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટ્યો પડ્યો છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે એક શ્રમિકને બચાવી લેવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે, જ્યારે મૃતક શ્રમિકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના ખંભાત નજીક હાથિયા ખાડ વિસ્તારમાં પુલની કામગીરી દરમિયાન સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઇ છે. સ્લેબ તૂટી પડવાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સ્લેબ તૂટી પડતાં બે શ્રમિકો દટાયા હતા. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક શ્રમિકને બચાવી લેવાયો છે. અકસ્માતના પગલે સ્થાનિક તંત્રના અધિકારીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.





