વડોદરા આરટીઓમાં બે દિવસથી ટેક્નિકલ કારણોસર સર્વર ડાઉન

વડોદરા આરટીઓમાં બે દિવસથી ટેક્નિકલ કારણોસર સર્વર ડાઉન થઈ ગયું છે. જેના કારણે અનેક લોકોને ધક્કો પડી રહ્યો છે. જ્યારે અરજદારોની તમામ અપોઈન્ટમેન્ટ રદ કરી દેવાઈ હતી.

ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જીસ્વાન માધ્યમથી સારથી સોફ્ટવેર સાથે સંકલન સાંધી પ્રોસેસ કરતું હોય છે. ગતરોજ ટેકનિકલ કારણોસર બે વખત કામગીરી ખોરવાઈ હતી. દરમ્યાન આજેપણ સવારથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી છે. ગઈકાલે આરટીઓમાં 50થી વધુ અરજદારોની અરજી રદ કરી દેવાઈ હતી. આજે અંદાજે ટુ વ્હીલર 180 અને ફોરવીલર 120 મળી કુલ 300 જેટલી અરજીઓને રીસીડ્યુલ કરાઈ હતી. અરજી રિશિડયુલ થતા અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવે છે. લોકો કામ-ધંધા બંધ રાખીને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે અને પાર્સિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે. પરંતુ આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વખત આવે છે. આમ, અવાર નવાર આરટીઓનું સર્વર બંધ થાય છે, પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!