વડોદરા શહેર પીસીબી શાખા દ્વારા ટ્રાન્સપોર્ટ મારફતે પ્લાસ્ટિકની ડોલમાં લાવવામાં આવેલા વિદેશી શરાબના જથ્થાને ઝડપી પાડીને જથ્થો મંગાવનાર તેમજ જથ્થો મોકલનાર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેર પીસીબી શાખાના સ્ટાફને બાતમી મળી હતી કે, ગોલ્ડન ચોકડી પાસે આવેલા શિવ શક્તિ પાર્કિંગ, કે.પી ટ્રાન્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ સામે ખુલ્લી જગ્યામાં હાઇડ્રોલિક ઓઇલના માર્કા વાળી પ્લાસ્ટિકની ડોલમાં વિદેશી શરાબનો જથ્થો આવેલો છે. જે ડોલ નો જથ્થો હાલ ખુલ્લામાં પડેલો છે. બાતમીના આધારે સ્થળ પર જઈને તપાસતા કાળા રંગની 39 જેટલી ડોલમાં ભારતીય બનાવટની વિદેશી શરાબની 489 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 2,36,450 નો મુદ્દામાલ કબજે લીધો છે. જ્યારે શરાબ મોકલનાર અને મંગાવનાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે





