અનમોલ પાર્ક યોગ કેન્દ્રની બહેનો આધ્યાન ફાઉન્ડેશન તેમજ ક્રિએશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયુ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અનમોલ પાર્ક યોગ કેન્દ્ર અધ્યાન ફાઉન્ડેશન તેમજ ક્રિએશન ફાઉન્ડેશનમાં સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

– વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના  અવસરે  લક્ષ્મીપુરા સ્થિત અનમોલ પાર્ક યોગ કેન્દ્રની બહેનો, અધ્યાન ફાઉન્ડેશન તથા ક્રિએશન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આજના ઝડપી શહેરીકરણ અને પ્રદૂષણથી ભરેલા યુગમાં પર્યાવરણ જાળવવું એક આવશ્યક ફરજ બની છે. પર્યાવરણ માત્ર આપણા આસપાસની હવા, પાણી અને ધરતી પૂરતું મર્યાદિત નથી, પરંતુ આખી જીવસૃષ્ટિની જીવનરેખા છે. આજના બાળકો માટે સ્વચ્છ હવા, ઠંડક આપતું છાંયાવૃક્ષ અને જીવનદાયી પ્રકૃતિનું રક્ષણ આપણે આજે કરવું પડશે, ત્યારે જ ભવિષ્યમાં પ્રકૃતિ આપણું રક્ષણ કરશે.

વૃક્ષારોપણ એ માત્ર એક કાર્યક્રમ નથી, તે જીવનની એક દિશા છે. એક વૃક્ષ અનેક લાભ આપે છે – તે ઓક્સિજન આપે છે, ગરમી ઘટાડે છે, જળસંગ્રહમાં મદદ કરે છે અને અનેક પક્ષીઓનું આશ્રયસ્થાન બને છે.

આ સંયુક્ત ઉપક્રમે અનમોલ પાર્ક યોગ કેન્દ્રની બહેનો અધ્યાન ફાઉન્ડેશન તથા ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા લક્ષ્મીપુરા અનમોલ પાર્ક વિસ્તારમાં વિવિધ પ્રજાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકોએ હાજર રહી આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું હતુ. પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને હ્રદયપૂર્વક અનુભવી સૌએ વૃક્ષોની જાળવણી અને વૃદ્ધિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અધ્યાન ફાઉન્ડેશન તથા ક્રિએશન ફાઉન્ડેશન દ્વારા ગોરવા સોનિયા નગર તેમજ ગોત્રી તળાવ ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

ગોત્રી તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનો  પ્રારંભ સ્થાનિક નગર સેવક ઉમંગ બ્રહ્મભટ્ટના હસ્તે કરવામાં આવ્યો હતો ત્યારબાદ અધ્યાન ફાઉન્ડેશન તેમજ ક્રિએશન ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું

અધ્યાન ફાઉન્ડેશન અને ક્રિએશન ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી સતત સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સક્રિય રહી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયત્ન  કરી રહ્યું છે પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ સહિતની પર્યાવરણની જાગૃતિની પ્રવૃત્તિઓ દ્વારા પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ જન્મે છે.

કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત સભ્યોએ વૃક્ષોનું પાલન કરવાના સંકલ્પ સાથે પર્યાવરણ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!