વડોદરાના કારેલીબાગમાંથી દારૂનું ગોડાઉન પકડાયું

વડોદરાના કારેલીબાગમાં આમ્રપાલી કોમ્પલેક્ષની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં રહેતો ભાવિન જાદવ વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની માહિતી પીસીબી પોલીસને મળી હતી. જેથી પીસીબી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા ઘરમાંથી ભાવિન દિલીપ રાવ જાદવ (રહે-વિઠ્ઠલ કૃપા સોસાયટી, મૂળ રહે-નારાયણ કોમ્પલેક્ષ કારેલીબાગ) મળી આવ્યો હતો. તેની સાથે અન્ય આરોપી દેવ ઉર્ફે પીંશુ વિપુલભાઈ ચૌધરી (રહે-શિવાજી ચોક, સલાટ વાડા) પણ મળી આવ્યો હતો. મકાનમાંથી પ્લાસ્ટિકની ચાર ડોલ અને ડ્રમ મળી આવ્યા હતા જેમાં વિદેશી દારૂનો જથ્થો હતો. પોલીસે પૂછપરછ કરતા દેવ ઉર્ફે પીંશુએ જણાવ્યું હતું કે કારેલીબાગ આરબીજી કોમ્પલેક્ષમાં રહેતો પીનેશ રાણા દારૂનો ધંધો ચલાવે છે અને માલની ડીલીવરી આપવા માટે તેણે મને કાર આપી હતી. મને માસિક 15000 રૂપિયા પગાર આપતો હતો. ભાવિનને માસિક 30000 રૂપિયા પગાર ચૂકવતો હતો. પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી દારૂની 542 બોટલ કિંમત રૂપિયા 1.99 લાખ તથા બિયરના 169 ટીન કિંમત રૂપિયા 37,180 મળી કુલ 2.36 લાખનો દારૂનો જથ્થો કર્યો છે. જ્યારે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાતી બે કાર અને રોકડા મળી કુલ 4.78 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો છે.

  • Related Posts

    કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

    વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોની જાણ બાદ…

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સંસ્કારી નગરીની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી આજે રંગોના મહેરામણમાં ડૂબેલી જોવા મળી હતી. હોળીના પવિત્ર પર્વ બાદ આજે ધુળેટી પર્વ…

    error: Content is protected !!