પીસીબી પોલીસ ટીમે રૂ.1.51 લાખનો દારૂનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો

વડોદરા પીસીબી પોલીસ ટીમે કપૂરાઈ ચોકડી ખાતેથી કારના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી કુલ રૂ.1.51 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

પીસીબી પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, એક શખ્સ પોતાની કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ડભોઇ ખાતેથી નીકળી કપૂરાઈ ચોકડી થઈ વડોદરા જવાનો છે. જેના આધારે પોલીસે કપુરાઈ ચોકડી ખાતે વોચ ગોઠવી બાતમી મુજબની કાર પસાર થતાં તેને કોર્ડન કરી રોકી હતી. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં કારચાલક રણજીતસિંહ ઉર્ફે પીન્ટુ જસવંતસિંહ જાદવ (રહે-કડાછલા ગામ, બોડેલી, છોટાઉદેપુર) હોવાનું બહાર આવ્યું હતું. કારની તલાસી લેતા કારની આગળની લાઈટના ભાગે તેમજ પાછળ ડિક્કીના નીચેના ભાગે બનાવેલ ચોરખાનામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ આરોપીએ આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠીવાડા ખાતેથી મેળવી વડોદરાના ઠાકોરભાઈ નામના વ્યક્તિને આપવાનો હોવાની કબુલાત કરી હતી. કપુરાઇ પોલીસે રૂ.45,900ની કિંમત ધરાવતી દારૂની 270 બોટલો, રોકડા રૂ. 400, મોબાઈલ ફોન તથા કાર સહિત કુલ રૂ.1,51,300નો મુદ્દામાલ કબ્જે કરી ઠાકોરભાઈ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!