વડોદરા શહેર ઝોન-૩ પોલીસ વિભાગ દ્વારા ‘લોન મેળો’ અને ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર રાધિકા ભવન ખાતે ઝોન-૦૩ પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ “લોન મેળો” તથા “તેરા તુજકો અર્પણ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજન ઝોન-૩ના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું. પાણીગેટ, વાડી, કપુરાઈ, માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીનો માલ ફરીવાર અર્પણ કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. ૨૭ થી વધુ ચોરીના મોબાઈલ ફોન, ચાંદીના દાગીના, રોકડ રકમ, એક્ટિવા તથા રિક્ષા જેવી ચીઝો પરત સોંપાઈ હતી .ત્યારે ટોટલ એમાઉન્ટ ૨૦ લાખ જેટલી પરત કરવામાં આવી હતી. લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તમામ PI તથા PSI અધિકારીઓ હાજર રહ્યા હતા.ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ, પોલીસ-જનસંપર્ક મજબૂત બનાવવો અને લોકોને આર્થિક ભ્રમમાંથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!