વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક યોજાઈ હતી.જેમાં 12 માંથી 11 કામ મંજૂર, જ્યારે 1 કામ મુલતવી રાખવા માં આવ્યું હતુ.

વડોદરા મહાનગર પાલિકા ખાતે સ્થાયી સમિતિની બેઠક ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કુલ 12 કામો ઉપર ચર્ચા કરવામાં આવી, જેમાંથી 11 કામોને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે 1 કામ મુલતવી રાખવામાં આવ્યું હતું.

બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા, બિલ્ડીંગ પ્રોજેક્ટ, અને સયાજી બાગ સંબંધિત કામોની ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે પાર્કસ એન્ડ ગાર્ડન, પાણી પુરવઠા તથા રીપ્લાઈટ વિભાગના કામો પણ સમાવિષ્ટ રહ્યા હતા.સ્થાયી સમિતિ દ્વારા ઝડપી નિર્ણયો લઈ શહેરના વિકાસની દ્રષ્ટિએ મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

વિશેષ વાત એ રહી કે બેઠક માત્ર 15 મિનિટમાં સમેટી લેવામાં આવી હતી. મંજુર થયેલા તથા મુલતવી રાખવામાં આવેલા કામો અંગે ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીએ મીડિયા સમક્ષ માહિતી આપી હતી.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!