વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિના માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2025-26 વેરા વળતર યોજના એક મહિના માટે તા.23 એપ્રિલથી તા.23 મે સુધી અમલમાં મૂકી હતી. જેનો આજે છેલ્લો દિવસ છે.

આ યોજનામાં ગઈકાલ સુધીમાં કોર્પોરેશનને 135 કરોડની આવક થઈ હતી. લોકો આ યોજનાનો હજી વધુ લાભ લઈ શકે તે માટે તેની મુદતમાં વધારો કરવા અંગે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ યોજનામાં રહેણાક મિલકતનો એડવાન્સ વેરો ભરવા બદલ 10% અને કોમર્શિયલ મિલકતમાં 5 ટકા વળતર અપાયું છે. ઘણા કરદાતાઓએ ઓનલાઈન વેરો ભરપાઈ કરીને રહેણાંક અને કોમર્શિયલમાં એક એક ટકો વધુ વળતરનો લાભ લીધો છે. મિલકત વેરાના અગાઉના વર્ષોની પાછલી બાકી રકમ એક સાથે ભરપાઈ કરે તો તેમાં પણ વળતર આપવામાં આવ્યું છે. વળતર મિલકત વેરાની રકમ પૈકી સામાન્ય કર, પાણીકર, કંઝરવંશી અને સુવરેજ ટેક્સની રકમ પર અપાયું છે. શિક્ષણ ઉપકર, સફાઈ ચાર્જ અને એનવાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ પર વળતર અપાયું નથી. શહેરના અંદાજે 8.40 લાખ કરદાતાઓ છે. વર્ષ 2025-26 માં વેરાની આવકનો ટાર્ગેટ 807 કરોડનો મૂકવામાં આવ્યો છે.

  • Related Posts

    કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો

    વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે-48 પર શિવ વાડી મંદિર નજીક કેનાલમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોની જાણ બાદ…

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી

     કોમર્સ ફેકલ્ટી ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી સંસ્કારી નગરીની શાન ગણાતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી આજે રંગોના મહેરામણમાં ડૂબેલી જોવા મળી હતી. હોળીના પવિત્ર પર્વ બાદ આજે ધુળેટી પર્વ…

    error: Content is protected !!