લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસે જુગારના જુદાજુદા બે કેસ કરી કુલ સાત જુગારીયાની અડધો લાખની મત્તા સાથે અટકાયત કરી છે.

ન્યુ અલકાપુરીના શેરવુડ્સ બંગ્લોઝ પાછળ ખુલ્લમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતાં લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પ્રવિણ હાવસિંગભાઇ અમલીયાર (ભેંસાસુરનગર, સમતા રોડ),રણજિત ડાહ્યા ભાઇ બારીયા(વૈકુંઠ ફ્લેટ, સમતા) અને સન્ની રમેશભાઇ બજાણીયા (બજાણીયાવાસ, ગોરવા)ને ઝડપી પાડી રોકડા રૂપિયા ૧૧,૨૮૦ કબજે કર્યા હતા. જ્યારે,ગોરવા પોલીસે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-૩ સામે શાકમાર્કેટ પાછળ જુગાર રમતા રવિ પ્રકાશભાઇ ચાવડા(ઝવેર સો. બાજવા),ગૌતમ કાન્તિલાલ સાવલીયા (વાલ્મિકનગર, ગોરવા), રવિશંકર ઇન્દ્રાસન શર્મા (સત્યમ એપાર્ટમેન્ટ, ગોરવા) અને ચિરાગ કમલેશભાઇ દરજી (અમૃતનગર, લક્ષ્મીપુરા)ને ઝડપી રોકડા રૃ.૨૦,૮૦૦ અને પાંચ મોબાઇલ કબજે કર્યા હતા.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!