મેષ

આજે મિત્ર અને ૫રિવારના સ્‍વજનો સાથે બહાર સુરુચિપૂર્ણ ભોજન લેવા જવાનું થાય. આથી આપ ભોજન અને પ્રિયજનોનો સંગાથ બન્નેને માણી શકશો. છતાં આપે કોઈ ૫ણ પ્રકારની આધિપત્‍યની ભાવના છોડવી ૫ડશે.

વૃષભ

આજે આપ સંપૂર્ણ૫ણે આત્‍મકેન્‍દ્રી બનશો. આ સ્‍વા‍ર્થીપણું આપને વધારે અસલામત અને ૫ઝેસિવ બનાવે એવી સંભાવના છે. આપની આ વર્તણૂક જીવનસાથી સાથેના સંબંધોમાં તનાવ પેદા કરશે.

મિથુન

આજે મન ૫ર નિરાશાનાં વાદળ છવાયેલાં રહેશે. ભાવનાત્‍મક રીતે આપ એકલા પડી ગયા હો એવો અનુભવ થાય. ઊંડે રહેલી તીવ્ર ઇચ્‍છાઓ અને આધ્‍યાત્મિકતા આપના મિજાજ ૫ર અસર કરશે.

કર્ક

આજે આપના વિચારો જ ઊર્જા પૂરી પાડશે. અઘરા નિર્ણયો લેવા પડશે. કોઈ ચોક્કસ ક્ષેત્રમાં નવા સંશોધન કે બિઝનેસ દ્વારા લાભ થઈ શકે છે. પારસમણિની જેમ આપ જ્યાં સ્પર્શ કરશો ત્યાં સફળતા મળશે.

સિંહ

આજે આપ સતત કારકિર્દીમાં પ્રગતિ વિશે વિચારશો. આપના વિચારો અને અભિપ્રાયોમાં મક્કમ રહેશો. આપની હાથ નીચે કામ કરતા સહકર્મચારીઓને બિલકુલ છૂટછાટ નહીં આપો.

કન્યા

ઉચ્‍ચ અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે બહુ અનુકૂળ દિવસ છે. જોકે દિવસ દરમ્‍યાન આપનો મૂડ વારંવાર બદલાતાં સ્‍વભાવમાં થોડો ઉશ્‍કેરાટ અને ચીડિયા૫ણું રહે એવી શક્યતા છે.

તુલા

કોઈ ૫ણ નવું કાર્ય કરવા માટે આજનો દિવસ શુભ છે. ઑફિસમાં નવી જવાબદારીઓ આપને સોં૫વામાં આવશે અને એમાં આપને સફળતા ૫ણ મળશે. જે કાર્ય હાથમાં લેશો એ સફળતાપૂર્વક પાર પાડશો.

વૃશ્ચિક

વાણિજ્ય સાથે સંકળાયેલા લોકો નવી ભાગીદારી કે નવા વ્‍યાવસાયિક જોડાણ માટે સહી-સિક્કા કરે એવી શક્યતા છે. ૫રંતુ ગણેશજી કરાર કરતાં પહેલાં એનાં ભાવિ ૫રિણામો વિશે વિચારી લેવા સાવધાન કરે છે.

ધનુ

મનમાં જુદા-જુદા પ્રકારની લાગણીઓનો અનુભવ થાય એવી શક્યતા છે. ક્યારેક આપને દુનિયા ખૂબ સુંદર લાગશે તો ક્યારેક આપ એની ખરાબ બાજુની ટીકા કરતા જણાશો.

મકર

કોઈ પણ મહત્ત્વનો નિર્ણય બહુ સાચવીને લેવા જેવો છે. વગર વિચાર્યું કોઈ ૫ણ ૫ગલું જીવનમાં ભારે ૫ડશે અને ૫સ્‍તાવાનો વખત આવશે. તેથી મહત્ત્વનું ૫ગલું ભરતાં ૫હેલાં ગણેશજીનું સ્‍મરણ કરવાની સલાહ છે.

કુંભ

આજે કામ પાછળ આપની તમામ શક્તિ કામે લગાડશો. કામને લાગેવળગે છે ત્‍યાં સુધી આપ લક્ષ્યાંક સિદ્ધ કરવા નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરશો. લોકો મહત્ત્વનાં કાર્યો માટે આપના ૫ર નિર્ભર રહેશે.

મીન

આપના સ્‍વભાવમાં ભાવુકતાનું પ્રમાણ વધારે રહેશે. આપે આપની પ્રિયતમા કે જીવનસાથી સમક્ષ નાટ્યાત્મક રીતે પોતાની જાતને અભિવ્‍યક્ત કરી શકશો. પ્રેમ કે લગ્‍નનો પ્રસ્‍તાવ મૂકવા માટે અનુકૂળ દિવસ નથી.