ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, એપ્રિલ-2026માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે તમામ વિભાગોએ સંકલિત આયોજન સાથે સમયબદ્ધ અને જવાબદારીપૂર્ણ કામગીરી કરવી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારની ક્ષતિ ન રહે તે માટે નોડલ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવા માર્ગદર્શન અપાયું હતું. આદર્શ આચારસંહિતાનો કડક અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ચૂંટણી વ્યવસ્થાપનના વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. જેમાં મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ વ્યવસ્થાપન, મતદાન મથકો પર જરૂરી સુવિધાઓ, પરિવહન અને સામગ્રી વ્યવસ્થાપન, ખર્ચ મોનિટરિંગ, ચૂંટણી નિરીક્ષકો સાથે સંકલન અને કાયદો-વ્યવસ્થા જાળવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

વધુમાં, મતપત્રો, ડમી મતપત્રો અને પોસ્ટલ બેલેટના છાપકામ, મીડિયા સંકલન, કોમ્પ્યુટરાઇઝેશન અને ઈ-ડેશબોર્ડ, આઈટી કામગીરી, SVEEP હેઠળ મતદાતા જાગૃતિ અભિયાન, હેલ્પલાઇન અને ફરિયાદ નિવારણ વ્યવસ્થા, કોમ્યુનિકેશન પ્લાન, એસએમએસ મોનિટરિંગ, પોલિંગ સ્ટાફ માટેની સુવિધાઓ, તાલીમ કાર્યક્રમો, કસ્ટમાઇઝ્ડ કિટ, સાયબર સિક્યુરિટી તેમજ વેબકાસ્ટિંગ અને વીડિયોગ્રાફી અંગે પણ જરૂરી માર્ગદર્શન અપાયું હતું.

આ બેઠકમાં ચૂંટણીલક્ષી કામગીરી સંભાળતા તમામ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

  • Related Posts

    ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવતો

    ભરૂચ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાંથી માનવતાને હચમચાવી નાખતી એક એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને કોઈપણ સંવેદનશીલ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. જ્યાં એક દીકરી પોતાને સૌથી સુરક્ષિત…

    અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધરપકડ

    અમદાવાદના બારેજા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ અને પોતાની સગી બહેને પહેરવા માટે આપેલા સોનાના હારના વિવાદમાં ફસાઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવીને…

    error: Content is protected !!