હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વોર્ડ નંબર 16 માં રહેતા વિદ્યાર્થીઓ માટે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા ના ધારાસભ્ય સહિત સ્થાનિક કાઉન્સિલર અને સંગઠનની ટીમના સભ્યોના હસ્તે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.

સૌ ભણે સૌ આગળ વધે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સૂત્ર ને સાર્થક કરવાના અભિગમ સાથે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા છેલ્લા છ વર્ષથી વોર્ડ નંબર 16 માં રહેતા વિદ્યાર્થીઓ માટે ચોપડા વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે જેના ભાગરૂપે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરા વિસ્તારના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ શુક્લ, સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી, વોર્ડ નંબર 5 ના કાઉન્સિલર અને નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક નૈતિક શાહ, વોર્ડ પ્રમુખ નરેશ રબારી, મહિલા મોરચાના પ્રમુખ સુનિતાબેન શર્મા, મહામંત્રી વિજય ચૌહાણ અને પરેશ પટેલ સહિત ના મહાનુભાવના હસ્તે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ચોપડા વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જેમાં 300 થી વધુ સ્કૂલ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિશુલ્ક ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વર્ષ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમોમાં વિસ્તારના રહીશો ઉપરાંત શહેરીજનો પણ લાભ લે તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ દાતાઓ અને ખડે પગે રહેનાર મિત્ર મંડળના સભ્યોનો હિરેન મોદીએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.






