વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

વડોદરામાં એક યુવતી સાથે દુષ્કર્મનો ચકચારી મામલો સામે આવ્યો છે. જેમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.

નંદેસરીમાં એક યુવતી પર દુષ્કર્મ આચરીને તેની મરજી વિરુદ્ધ ગર્ભપાત કરાવ્યું હોવાનું સામે આવ્યું છે.જે મામલે 14 મેના રોજ નંદેસરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેનો આરોપ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિંહ ગોહિલ પર લાગ્યો હતો. જે હાલ 10 દિવસથી ફરાર છે. તેને શોધી કાઢવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ઉમરેઠ ના ભાજપ ના ધારાસભ્ય ગોવિંદ પરમાર નો દોહિત્ર થાય છે.ફરિયાદી યુવતીએ કોંગ્રેસ નેતાના પુત્ર અનિરુદ્ધસિહ પર આરોપ લગાવ્યો હતો કે, આરોપીએ છેલ્લા 2 વર્ષથી યુવતી સાથે શારિરીક સંબંધો બાંધ્યા હતા. જે બાદ ગર્ભ રહી જતા આરોપીએ મરજી વિરુદ્ધ જબરજસ્તી ગર્ભપાત કરાવ્યો હતો.

સમગ્ર મામલે યુવતીએ નંદેસરી પોલીસ મથકમાં SC/ST એક્ટ અને દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે, જેની પોલીસે તપાસ કરી છે. ફરિયાદ બાદથી આરોપી અનિરુદ્ધસિંહ ગોહિલ ફરાર છે અને છેલ્લા 10 દિવસથી પોલીસની પકડ બહાર છે. એસસી/એસટી સેલના એસીપી સી.બી. સોલંકીના જણાવ્યા અનુસાર, આરોપી વિરુદ્ધ ગુનો નોંધાઈ ગયો છે અને 3 અલગ-અલગ પોલીસ ટીમો તેના શોધખોળમાં લાગી છે. તેના મિત્રો તથા પરિવારજનોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. હાલ પીડિત યુવતીનું મેડિકલ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું છે. આરોપી સામે એટ્રોસિટી એક્ટ તથા દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ કાર્યવાહી ચાલી રહી છે.

  • Related Posts

    ધાર્મિક માલવિયાની પત્નીએ કહ્યું-મેં ચૂંટણીમાં દાવેદારી નથી કરી:મોનાલી હિરપરા સેન્સ આપી ગયાનો સુરત શહેર AAP પ્રમુખ ભંડેરીએ દાવો કરતા રાજકારણ ગરમાયું હતું

    સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 (મોટાવરાછા-અમરોલી – કઠોર) અત્યારે સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પાછળનું મુખ્ય કારણ છે…

    ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને તંત્ર સજ્જ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ

    ભરૂચ જિલ્લામાં આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી તાલુકા-જિલ્લા પંચાયત અને નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા સઘન તૈયારીઓ ચાલી રહી છે. આ સંદર્ભે, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી…

    error: Content is protected !!