રાવપુરા મચ્છી પીઠ વિસ્તારમાં 15દિવસ પહેલા ભૂવો પડયો હતો ત્યારે પાલિકા દ્વારા હલકી ગુણવત્તા નું કામ કરતા આજે ભૂવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન લીકેજ થતા પાણીનો ફુવારો જોવા મળ્યો હતો.

ઉનાળાની સિઝનમાં વડોદરાના અનેક વિસ્તારમાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ટેન્કરો દ્વારા પાણી મોકલવામાં આવતું હોય છે ત્યારે વડોદરા શહેર મચ્છી પીઠ વિસ્તારમાં 15 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો હલકી ગુણવત્તા ની કામગીરી કરી જતા રહે છે પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરતા આજે ભુવા ની કામગીરી કરતા પાણીની લાઈનમાં લીકેજ થતા ફુવારો જોવા મળ્યો હતો. પાણીની લાઈન લીકેજ થતા હજારો ગેલન પાણી રોડ પર વહી ગયું હતું.સવાલ એ છે કે વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય રીતે કામગીરી કરવામાં આવે તો વડોદરા ની જનતાના રૂપિયાનો વેડફાટ ના થાય અને લોકોને સમયસર પાણી મળી રહે પરંતુ પાલિકાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે કામગીરી ન કરતા સમસ્યા ઉદભવે છે ત્યારે વડોદરા શહેર મચ્છી પીઠ વિસ્તાર માં છેલ્લા 15 દિવસમાં વિશાળ ભુવા પડ્યા છે વધુમાં સામાજિક કાર્યકર્તા એ જણાવ્યું હતું.

  • Related Posts

     CBSE બોર્ડ 12મા ધોરણની પરીક્ષામાં 88.39% વિદ્યાર્થીઓ પાસ થયા

    CBSE 12મા બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે. 42લાખથી વધુ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા હતા. ગયા વર્ષે પણ પરીક્ષાનું પરિણામ 13મેના રોજ જાહેર થયું હતું. CBSE 10th 12th Results…

    ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયું

    સમગ્ર વિશ્વમાં પર્યાવરણના સંરક્ષણ અને જાગૃતિ માટે દરવર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસની નિમિત્તે રાજ્યના અનેક સ્થળોએ વિવિધ પર્યાવરણસ્નેહી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું…

    error: Content is protected !!