સાબરકાંઠા જીલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડપાસે આજે વહેલી સવારે ખાનગી બસ અનેટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બે મુસાફરોના મોત થયા છે જયારે 8 થી વધુને ઈજાઓ થઈ છે. ઘાયલોની હાલત ગંભીર હોવાથી 108 એમ્બ્યુલન્સ દ્વારા હિંમતનગર સિવિલમાં સારવાર અર્થેખસેડાયા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસને જાણ થતા પોલીસ, 108, ફાયર, હાઈવે ટ્રાફિક ઘટના સ્થળે પહોચી કાર્યવાહી હાથ ધરી હતી. બસ બોરીવલીથી ઉદયપુર જતી હતી, આ દરમિ
મુંબઈથી ઉદયપુર જતી ખાનગી બસ અકસ્માતનો ભોગ બની
મુંબઈના બોરીવલીથી ઉદયપુર જતી ખાનગી બસ (BR-28-P-3636) સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કાટવાડ પાસે અકસ્માતનો ભોગ બની છે. સોમવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર કાટવાડ ઓવરબ્રિજ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી બસ ટ્રકમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રના મુંબઈ બોરીવલ્લીથી ખાનગીમાં મુસાફરો સાથે રાજસ્થાનના ઉદેપુર જઈ રહી હતી. દરમિયાન અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર સોમવારે વહેલી સવારે 4 કલાકની આસપાસ કાટવાડ ઓવરબ્રિજ નજીક આગળ જઈ રહેલ ટ્રકમાં ખાનગી બસ ઘુસી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ખાનગી બસની ડાબી સાઈડ ચિરાઈ ગઈ હતી.
આઠથી વધુ ઘાયલ મુસાફરોને સારવારમાં ખસેડવામાં આવ્યાં
અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. અડધો કલાકની જહેમત બાદ પતરાં કાપીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં હતા. મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે પ્રાંતિજ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ દરમિયાન આઠથી વધુ ઘાયલ મુસાફરોને સારવારમાં ખસેડવામાં આવ્યાં છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ, હાઈવે ટ્રાફિક, ચાર ‘108’ એમ્બ્યુલન્સ અને પ્રાંતિજ-હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જાતા રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા.
યાર પ્રાંતિજમાં બસને અકસ્માત નડ્યો છે.






