વડોદરા ગ્રામ્ય એલ. સી. બી. ટીમને મળી મોટી સફળતા. સૂત્રોની મળતી માહિતી મુજબ આજરોજ ભુપતભાઇ વિરમભાઇ અહે.કો. તથા અ.હે.કો. ખોડાભાઇ રાણાભાઈ આ. પો.કો. વિનોદ સિંહ કીશનસિંહ તથા અ પો.કો. પ્રવિણસિંહ રણવીરસિંહ તથા અ.પો.કો અજયસિંહ ભુપતસિંહ તથા અ.પો.કો હર્ષકુમાર સનાતનભાઈ લોકલ ક્રાઇમ બ્રાન્ય વડોદરા ગ્રામ્ય વડોદરા કરજણ પોલીસ સ્ટેશનની હદના ભરથાણા ગામની સીમમાં આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ ના ટોલનાકા ઉપર ભરૂચ તરફ થી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર શંકાસ્પદ વાહન ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન ટેન્કર નંબર MH-04 EB-5326 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશીની પેટી નંગ ૮૧૨ જેની કિંમત કિ રૂ. ૫૮.૪૬,૪૦૦/- તથા ટેન્કર રજી. નં.MH-04-EB-6326 કિ. રૂા. ૧૦,૦૦,૦૦૦/- તથા કુલ મળી રૂપિયા ૬૮,૫૧,૪૦૦/- ના મુદ્દામાલ સાથે શંકરલાલ યુનીલાલ શાલવી રહે દંતેડી પોસ્ટ ધુવાલા તા.કરેડા જી.ભીલવાડા (રાજસ્થાન)નો ફેરાફેરી કરતા ઝડપી પડ્યો હતો.આ વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેન્કર આપનાર સતીષભાઇ બીશ્નોઇ રહે. રાજસ્થાન. આ ઇસમ તથા સતીષભાઇ બીલોઇનો બનેવી જેનો ઇસમ પકડાયેલ ડ્રાઇવરને ગાઇડ કરનાર તથા સતીષભાઈ બીજોઇનો સંપર્ક કરાવનાર પ્રભુલાલ ભવરલાલ શાલવી રહે. દંતેડી પોસ્ટ ધુવાલા તા કરેડા જી ભીલવાડા (રાજસ્થાન) તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં જણાઇ આવે તેઓ તમામ વિરૂધ્ધમાં ફરીયાદ તેમજ કબ્જે કરેલ મુદ્દામાલનું પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી.