
એક તરફ સમગ્ર દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવી રહી છે.તો બીજી તરફ ગુજરાતમાં અંધશ્રદ્ધાના થતાં ગુનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.ત્યારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં પણ એક ઘટના સામે આવી છે.જેમાં માંજરોલ ગામે રહેતા ભૂવા ના પુત્ર જયદીપ પાટણવાડિયા નામના યુવકે પરિણીતાને બાધા પૂરી કરવા તેમજ તેના પતિને જાદુ ટોણા મેલી વિદ્યા કરીને મારી નાખવાની સાથે સાથે સમાજમાં બદનામ કરી નાખવાની ધમકી આપી 8 થી 10 વખત પરિણીતા ની મરજી વગર દુષ્કર્મ આચર્યું હતું.જે અંગેની ભોગ બનનાર પરિણીતાએ જયદીપ પાટણવાડિયા ની સામે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદના આધારે શિનોર પોલીસે જયદીપ પાટણવાડિયા ની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.