
સૂત્રોની મળતી માહિતી મુજબ કરજણ અણસ્તુ રોડ ઉપર આવેલી ચિન્મય ઇન્ટરનૅશનલ સ્કૂલ ઈંગ્લીસ મીડીયમ તેમજ ગુજરાતી મીડીયમ ચાલી રહીશ છે. જેમાં આ વર્ષે અચાનક ગુજરાતી માધ્યમ બંધ કરતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. વાલીઓએ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતીમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કરજણ ની ચિન્મય ઇન્ટરનૅશનલ સ્કૂલે ગુજરાતી માધ્યમ બંધ કરવાની કોઈ પણ પ્રકારની પરમિશન માંગી નથી તેવું જાણતા કરજણ ણ વાલીઓએ આજ સવારે ચિન્મય ઇન્ટરનૅશનલ સ્કૂલમાં મોટી સંખ્યામાં વાલીઓ ભેગા થઇ સ્કૂલ ઉપર હોબાળો મચાવ્યો હતો. વાલીઓને સમર્થન આપવા કરજણ ABVP સંસ્થા તેમજ મૂળ નિવાસી એકતા મંચ સમર્થનમાં આવ્યા હતા. વાલીઓએ ગુજરાતી માધ્યમ વગર પરમિશને કેમ બંધ કરી વિધાર્થીઓના ભવિષ્ય સાથેજ ચેન્ડા કરો છો તેવું પૂછતાં ચિન્મય સ્કૂલ ના માલિક પારસ પંચોલીએ પોતાનું નિવેદન બદલી નાખ્યું હોવાનું વાલીઓના આક્ષેપ છે. આ બાબતે ચિન્મય ઇન્ટરનૅશનલ સ્કૂલના વિદ્યાર્થી ઓના વાલીઓએ કરજણ તાલુકા પંચાયત જઈને તાલુકા શિક્ષણ અધિકારીને ABVP સંસ્થા તેમજ મૂળનિવાસી એકતા મંચે આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય આપર અને વિદ્યાર્થી ઓનું ભવિષ્ય ના બગડે તેવી યોગ્ય કાર્યવાહી કરે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર – મુકેશ અઠોરા