
વડોદરા શહેરમાં ડભોઈ રોડ પર ગણેશ નગર ત્રણ રસ્તા પાસે આવેલા ભૈરવ સ્ટીલ સેન્ટીંગ ના બાજુમાં આવેલા લાકડાના ફર્નિચર તથા જુના સામાનમાંથી બનાવતા લાકડાની ત્રણ દુકાનોમાં આગ લાગી હતી. હાલ આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું હતું. બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ સાથે જીઈબીના કર્મચારીઓ પણ સ્થળ પર તાત્કાલિક રૂપે પહોંચી ગયા હતા અને કામગીરી શરૂ કરી દીધી હતી.વહેલી સવારના 06:00 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ હતી અન્ય ગોડાઉનમાં પણ આગ લાગી હતી અને જુના ફર્નિચરના લાકડા સળગી ગયા હતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો