કોઠીયા પ્રાથમિક શાળામાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર લેબ શરૂ કરવામાં આવી.

કરજણ તાલુકા સ્થિત કોસ્મો ફર્સ્ટ લિમિટેડનાં ઉપક્રમે કોસ્મો ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૦૮ થી કરજણ તાલુકાની વિવિધ શાળાઓ અને ગ્રામ પંચાયતોનાં અપૂર્વ સહયોગથી શિક્ષણ, પર્યાવરણ અને મહિલા સશક્તિકારણનાં કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવે છે. જેના ભાગરૂપે કરજણ તાલુકાની વિવિધ શાળાઓમાં કોમ્પ્યુટર ઓપરેશન અને ડીજીટલ સ્કીલ બિલ્ડીંગ/અંગ્રેજી કમ્યુનીકેશન અને કોસ્મો જ્ઞાન વિહાર(લેખન વાંચન,ગણન સુદૃઢતા)નાં કાર્યક્રમો સ્થાનિક સરકારી પ્રાથમિક અને ગ્રાન્ટ ઇન એઈડ શાળાઓમાં કાર્યરત છે.


સ્થાનિક શાળા પરિવાર અને એસ.એમ.સી. સમિતિની નાં અપૂર્વ સહયોગથી વર્ષ ૨૦૨૭-૧૮ થી નર્મદા કિનારે આવેલ અંતરિયાળ ગામ કોઠીયામાં કોસ્મો ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક શાળાના બાળકો માટે કોસ્મો જ્ઞાન વિહાર કેન્દ્રનાં માધ્યમથી વાંચન-લેખન-ગણન સુદૃઢતા માટે શૈક્ષણિક પ્રવુત્તિઓ દ્વારા શિક્ષણ સુધારણા, કુમાર અને કન્યા શૌચાલાય, કચરાપેટીઓની ઈંસ્ટોલેશન અને સ્વચ્છતા સમિતીઓ સાથે જાગૃતિ કાર્યક્રમો તેમજ કોરોના મહામારીમાં ૧૦૦% કોરોના ફ્રી વિલેજ કેમ્પેઈંગ અને ડેન્ટલ ચેક અપ કેમ્પ દ્વારા આરોગ્ય જાગૃતિને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.
પ્રાથમીક શાળા, ગ્રામ પંચાયત અને એસ.એમ.સી.નાં અપૂર્વ સહયોગ અને ગ્રામીણ વિદ્યાર્થીઓ ટેકનોલોજીનાં શિક્ષણથી વંચિત ન રહે અને ઉચ્ચ ગુણવત્તાવાળું ટેકનીકલ શિક્ષણ અને અંગ્રેજી કામ્યુંનીકેશન શીખે તે હેતુથી કોમ્પ્યુટર અને અંગ્રેજી પ્રશિક્ષણ કાર્યક્રમથી શરૂઆત કરવામાં આવી. જેના ભાગરૂપે આજ રોજ કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ઇન્સ્ટોલ કરાયેલ કોમ્પ્યુટર લેબનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જેમાં ૧૦ કોમ્પ્યુટર વિન્ડોઝ ઓપરેટીંગ સીસ્ટમ સાથે ,અંગ્રેજી શિક્ષણ માટે કોસ્મો ઈંગ્લીશ ટ્યુટર યુ ટ્યુબ ચેનલ, નોટબુક, પાઠ્યક્રમ, શૈક્ષણિક સામગ્રી અને ફૂલ ટાઈમ શિક્ષકની વ્યવસ્થા કોસ્મો ફાઉન્ડેશન તરફથી કરવામાં આવી છે.
આ કાર્યકમમાં કોસ્મો ગામનાં સરપંચશ્રી સંજયભાઈ દેસાઈ એસ.એમ.સી અધ્યક્ષ મનીષાબેન પાટણવાડિયા શાળાના આચાર્યશ્રી હસુમતીબેન પટેલ, દુધ ડેરીના પ્રમુખશ્રી પ્રશાંતભાઈ પટેલ અને કોસ્મો ફાઉન્ડેશનનાં સીનીયર ક્લસ્ટર કોઓર્ડીનેટર શ્રી પ્રવીણભાઈ ચેનવા ઉપસ્થિત રહી બાળકોને ટેકનોલોજી અને અંગ્રેજી શિક્ષણનું મહત્વ સમજાવ્યું. અને કોમ્પ્યુટર લેબનું ઉદ્દ્ઘાટન કરવામાં આવ્યું. શાળા પરિવાર અને એસ,એમ.સી અધ્યક્ષશ્રીએ કોસ્મો ફાઉન્ડેશનાં કોઠીયા ગ્રામના વિકાસમાટેનાં પ્રયાસને બિરદાવ્યો.

બ્યુરો રિપોર્ટ :કરજણ.

  • Related Posts

    વડોદરા નેશનલ હાઈવે 48 પર ગેરકાયદે ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ઝડપાયો, ત્રણ ભરવાડ વોન્ટેડ

    વડોદરા નેશનલ હાઇવે 48 પર આવેલા એ.પી.એમ.સી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂ.1.62 લાખનો મુદામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ…

    વડોદરામાં 10 વર્ષના બાળક માટે હિંચકો બન્યો કાળ, સ્ટન્ટ કરવા જતાં આવ્યો ગળાફાંસો

    વડોદરામાંથી એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં ઘરે લાગેલા હિંચકા પર સ્ટન્ટ કરતાં એક દસ વર્ષના બાળકનું રમતાં-રમતાં મૃત્યુ થઈ ગયું. જણાવવાનું કે તેના ગળામાં કપડાંની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!