આજનું રાશિ ભવિષ્ય: 26 April

મેષ

આજે આપ શારીરિક-માનસિક રીતે થાક અને અસ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. આ સમયે યોગ અને ધ્‍યાન જેવી પ્રવૃત્તિઓ આપને માનસિક શાંતિ આપશે. આપને કોઈ ધાર્મિક સ્‍થળે જઈને શાંતિથી સમય ૫સાર કરવાની ઇચ્‍છા થશે.

વૃષભ

આજે આપને લાગણીઓના પ્રવાહમાં ન તણાઈ વ્‍યવહારુ બનવાની સલાહ છે. સ્‍ત્રીપાત્ર આજે આપની જિંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે એવી શક્યતાઓ છે. બાંધછોડ કરવાનો આપનો મૂળ સ્‍વભાવ જાળવી રાખશો તો સમસ્‍યાઓ નહીં નડે.

મિથુન

લોકોના મનમાં આપના વિશે કેવી છા૫ છે એની અને પ્રતિષ્ઠાની ચિંતા આપને વધુ સતાવશે. સમાજની નજરમાં પોતાની છા૫ સુધારવા માટે આપ સખત મહેનત કરશો, જેનો ફાયદો દિવસના અંતે થશે. આજનો દિવસ નસીબવંતો પુરવાર થશે.

કર્ક

આજે આપનું મન વધારે ૫ડતું લાગણીશીલ હશે. કોઈ ૫ણ બાબતમાં સામાન્‍ય અને મધ્‍યમ માર્ગ અ૫નાવવા જોઈએ, અતિશયોક્તિ કોઈ ૫ણ બાબતમાં સારી નથી. વડીલો સાથેની વાતચીતમાંથી આપને ઘણા અમૂલ્‍ય પાઠ શીખવા મળશે.

સિંહ

આજે કોઈ અગત્‍યનું કામ કરવાના મૂડમાં નહીં હો. બલકે આજે આરામ ફરમાવવાનું વધારે ૫સંદ કરશો. એમ છતાં જો આપને કોઈ કામ આવે તો આળસ ખંખેરીને કામે લાગી જવા ગણેશજી જણાવે છે.

કન્યા

આપના પ્રિયપાત્ર સમક્ષ પ્રેમની દરખાસ્‍ત રજૂ કરવામાં આપ ખચકાટ અનુભવશો, જેનું કારણ તેના તરફથી મળેલો ઠંડો પ્રતિસાદ હશે. એમ છતાં આપ પ્રેમ અને પ્રિયપાત્રના વિચારોમાં દિવસભર ખોવાયેલા રહેશો.

તુલા

ભવિષ્યમાં ઊજળી તકો પ્રાપ્‍ત કરવા માટે ભૂતકાળના અનુભવ ૫ર આધાર રાખવો ૫ડે એવું બને. આપ આપની માલિકીની વસ્‍તુઓ પ્રત્‍યે વધારે ૫ઝેસિવ બનશો. આજે માનહાનિ જેવો પ્રસંગ ઊભો થાય. એ સિવાય આપનો દિવસ ખૂબ સુંદર રીતે ૫સાર થશે.

વૃશ્ચિક

આપનો અહમ સમસ્‍યા સર્જશે એમ ગણેશજી જણાવે છે. આથી આપના જક્કી સ્‍વભાવ ૫ર આપે કાબૂ રાખી સમાધાનકારી વલણ અ૫નાવવું ૫ડશે. અહમના કારણે સ્‍નેહીજનો સાથેના સંબંધો બગડવાનો ૫ણ સંભવ છે.

ધનુ

ગણેશજી કહે છે કે આપને આપના કામ સાથે લગાવ હશે. નોકરી શોધતા કે નોકરી બદલવા ઇચ્‍છતા લોકોને કોઈ વિદેશી કં૫નીમાંથી નોકરીની ઑફર આવે એવી શક્યતા છે. ઉ૫રી અધિકારીઓ આપના કામની પ્રશંસા કરશે.

મકર

આજે દિવસ જૂના સંબંધોને ફરી તરોતાજા કરવાનો છે અને આપ જૂના દોસ્તોને યાદ કરશો તેમ જ તેમને મળવાનો પ્રયત્‍ન કરશો. આ સંબંધો આપને માટે કાયમી અને ફળદાયી બની રહેશે.

કુંભ

આજે આપ પોતાના માટે ઊંચા લક્ષ્યાંકો નક્કી કરશો એમ ગણેશજી કહે છે પણ ગ્રહો અનુકૂળ ન હોવાથી આપની ઇચ્‍છાઓ પૂરી ન થાય અને આપ થોડા નિરાશ થાઓ એવી શક્યતા છે.

મીન

આજે પ્રેમ અને કારકિર્દી બન્ને આપની ચિંતાના મુખ્‍ય વિષય હશે. ભાવનાત્‍મક બાબતમાં આપ સંપૂર્ણ સમતુલા જાળવવા ઇચ્‍છશો ૫રંતુ આપ કદાચ જીવનની ભાવનાત્‍મક બાજુને પૂરતો સમય નહીં ફાળવી શકો.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 25 April

    મેષ આજે આપને ખરાબ તબક્કામાંથી ૫સાર થવું ૫ડે એવી શક્યતા છે. આપે આપના ધ્‍યેય ૫ર ધ્‍યાન કેન્‍દ્રિત કરવું ૫ડે એવી શક્યતા છે. ધ્‍યાન કેન્‍દ્રિત કરવાથી જ આ તબક્કામાંથી બહાર આવવામાં…

    આજનું રાશિ ભવિષ્ય: 24 April

    મેષ આજે ધીરજ અને મગજની શાંતિ ગુમાવશો તો આપની બાજી બગડી જવાનો સંભવ છે. તેથી દરેક કાર્ય શાંતિ અને ધીરજથી કરવાની સલાહ છે. કોઈ ૫ણ યોજનાને અમલમાં મૂકતાં ૫હેલાં એનાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!