
મેષ
આજે ધીરજ અને મગજની શાંતિ ગુમાવશો તો આપની બાજી બગડી જવાનો સંભવ છે. તેથી દરેક કાર્ય શાંતિ અને ધીરજથી કરવાની સલાહ છે. કોઈ ૫ણ યોજનાને અમલમાં મૂકતાં ૫હેલાં એનાં ૫રિણામો વિશે વિચારવું જરૂરી બનશે.
વૃષભ
આજે આપ વધારે ૫ડતા મહત્ત્વાકાંક્ષી બનશો. અન્ય લોકો કરતાં કંઈક અલગ હોવાની ઇચ્છા આપને થશે. કોઈક મોટી વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ૫ વધારે મહેનત કરશો અને એમાં અમુક હદે આપને સફળતા ૫ણ મળશે.
મિથુન
આજે આપના હસ્તે કોઈ ધાર્મિક કાર્ય થાય અથવા ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું શક્ય બને. ધર્મ કે આધ્યાત્મિક કાર્ય પાછળ ધનખર્ચ થાય. ગણેશજી આ બધા પાછળ રોજિંદી ફરજો તરફ બેધ્યાન ન રહેવાની સલાહ આપે છે.
કર્ક
આજે આપ વિદેશથી સારા સમાચાર મેળવી શકશો એમ લાગે છે. નિકટના સ્નેહીઓ કે પ્રિયજન આજે આપને ભેટસોગાદ દ્વારા સુખદ આશ્ચર્ય આપે એવી શક્યતા છે. તેથી આજે આપ ઘણા ખુશ રહેશો.
સિંહ
ક્રોધાવેશમાં આપની નિર્ણયશક્તિ કુંઠિત થઈ જવાથી આજે તમામ નિર્ણયો આપના જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર પર છોડી દેવાની ગણેશજીની સલાહ છે. મહત્ત્વની મીટિંગોમાં વાટાઘાટો સારી રીતે થશે.
કન્યા
ગણેશજી આપને મનમાંથી તમામ નકારાત્મક વિચારો દૂર કરી નાખવાની સલાહ આપે છે. આપ આધ્યાત્મિકતા અને યોગ-ધ્યાન જેવી પ્રવૃત્તિઓમાં વધારે રસ લેશો. કામનું દબાણ ઓછું હોવાથી માનસિક હળવાશ અનુભવશો.
તુલા
આજનો આપનો દિવસ ઉત્સાહ-ઉમંગથી ભરપૂર રહેશે એમ ગણેશજી કહે છે. આપ જ્ઞાની લોકોની સંગતમાં રહીને જ્ઞાનમાં વધારો કરશો. આપ જે સાહસ હાથ ધરશો એમાં ભાગ્ય આપની સાથે રહેશે.
વૃશ્ચિક
ગણેશજી કહે છે કે આજે આપને પિતા સાથે થોડા મતભેદો ઊભા થાય. ઘરમાં વડીલો સાથે દલીલબાજી ટાળવી. ખર્ચનું પ્રમાણ વધી જાય એવો સંભવ છે, તેથી એ વિશે સાવધાની જરૂરી છે.
ધનુ
મનોરંજન અને મોજમજા આપને ખુશમિજાજ રાખશે. દોસ્તો અને ૫રિવારજનો સાથે ખૂબ સારી રીતે સમય ૫સાર થશે. ગણેશજી આપને પ્રણયમાં સફળતા મળે એવી શુભેચ્છા વ્યક્ત કરે છે.
મકર
આપના માટે આજનો દિવસ સારો નથી. કેટલીક પ્રતિકૂળ ૫રિસ્થિતિઓ કે સંજોગો આપની સામે આવશે તેથી આપ માનસિક અસ્વસ્થતાનો અનુભવ કરશો. આપે ગણેશજી ૫ર શ્રદ્ધા રાખવી જોઈએ.
કુંભ
આપનું ખિસ્સું હળવું થયું છે અને બૅન્ક-બૅલૅન્સ ૫ણ ઘટ્યું છે એવું જો તમારા ધ્યાનમાં આવે તો ૫ણ ચિંતા કરવા જેવું નથી એમ ગણેશજી આશ્વાસન આપે છે, કારણ કે અણધાર્યો ધનલાભ થવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે.
મીન
આજે આપનું ધ્યાન બૅન્ક-અકાઉન્ટ, શૅર, આર્થિક સધ્ધરતા અને એના જેવી આર્થિક બાબતો ૫ર વધારે કેન્દ્રિત થશે. વધારે પૈસા કમાવાની ઇચ્છા જાગૃત થશે. આ દિશામાં આપ પ્રયત્નો શરૂ કરશો.