આજનું રાશિ ભવિષ્ય: 22 December

મેષ

આજે આપનો અહંકાર આપના સંબંધો બગાડે નહીં એનું ધ્‍યાન રાખજો. આ અહમથી મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધ બગડવાની સંભાવના છે. તેમની સાથે અહમ્ ટકરાવાથી મનદુ:ખ થઈ શકે છે.

વૃષભ

વહીવટ અને મૅનેજમેન્ટ સંબંધી કાર્ય કરતા લોકો માટે આજનો દિવસ ફળદાયી છે. ઉપરી અધિકારીઓ માટે આજે અનુકૂળ દિવસ છે, કારણ કે તેઓ પોતાના મદદનીશ પાસેથી સરળતાથી કામ કઢાવી શકશે.

મિથુન

આજનો દિવસ પણ રોજિંદા કામકાજને કારણે થોડો શુષ્ક અને કંટાળાજનક પુરવાર થાય. નિરાશા દૂર કરવા માટે ગણેશજીની સલાહ છે કે આપે આપની મનગમતી પ્રવૃત્તિઓમાં મન લગાડવું જોઈએ.

કર્ક

આજે આપ કેટલાંક સામૂહિક કામકાજમાં રોકાયેલા રહેશો અને આપે નિરીક્ષણ કે ૫રીક્ષા જેવા કામમાં વ્યસ્ત રહેવું પડે. આપ કેવા મિત્રો પસંદ કરો છો એના પરથી લોકો આપના વિશેનો અભિપ્રાય બાંધશે.

સિંહ

આપનો સ્‍વભાવગત આત્મવિશ્વાસ અને ક્ષમતા આપને સર્વોચ્ચ સ્થાને બેસાડે એવી શક્યતા છે. ૫રિણામે દિવસ દરમ્‍યાન બધાં કામ આસાનીથી થતાં રહેશે અને આપ એમાંથી વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકશો.

કન્યા

આજે આપ ખૂબ સંભાળીને ખર્ચ કરશો. નાણાંની કિંમત આજે વધારે સમજશો. કોઈ પણ વસ્તુની ખરીદી કરકસરથી કરશો. ૫રિવારજનો સાથે ખૂબ આનંદપૂર્વક સમય ૫સાર કરશો.

તુલા

આપ વિદેશ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવી શકશો. વિદેશમાં વસતા મિત્રો કે સંબંધીઓ પાસેથી સારા સમાચાર મળશે. ઑફિસમાં કાર્યક્ષમતા અને કુશળતાને કારણે આપ લોકોમાં પ્રિય બનશો.

વૃશ્ચિક

આજે આપનો મૂડ આનંદ-ઉત્સાહથી ભરપૂર હશે. બાકી રહેલાં કામ પૂરાં થશે એથી આપના જોમ અને ઉત્‍સાહમાં વૃદ્ધિ થશે. જીવનમાં આજે લાગણી અને સંવેદનશીલતા મહત્ત્વની ભૂમિકા ભજવશે.

ધનુ

આજે આપ મર્યાદિત ખર્ચ કરશો. કોઈ વસ્‍તુની ખરીદી કે વેચાણમાંથી લાભ થશે. જમીન-મકાન જેવી મિલકત ખરીદવા ઇચ્‍છનારને લાભદાયક સોદો થઈ શકે છે. આર્થિક લેવડ-દેવડ લાભકારી બનશે.

મકર

યાદ રાખવું કે સખત મહેનત દ્વારા ભાગ્‍યને પણ બદલી શકાય છે. આપ વ્યક્તિગત અને વ્‍યાવસાયિક જીવનમાં સફળતા મેળવવા ઘણી મહેનત કરશો. આ જ કારણથી લોકો સાથેના સંબંધો પણ ગાઢ કરી શકશો.

કુંભ

આજે બીજી બાબતોને ઓછું અને પોતાની જાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. પોતાની જાત વિશે સભાન થવું ગુનો નથી, પણ આમ કરીને આપ સ્વાર્થી બની જશો તો એનું પરિણામ કંઈક જુદું જ આવી શકે છે.

મીન

કાર્યક્ષેત્રે કામનો વધારે પડતો બોજ હોવાથી આપ પરિવારની પ્રાથમિકતા તરફ દુર્લક્ષ સેવશો. આપનો સ્‍વભાવ દયાળુ અને ૫રો૫કારી હોવાથી આપ આપની સાથેના પ્રત્‍યેકની મદદ કરવાની કોશિશ કરશો.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 15 February

    મેષ આજે આપના વિચારો અને ‍વર્તનમાં સુસંગતતા જોવા મળશે. આપના વિચારો ઘણા સ્પષ્‍ટ અને પારદર્શક હશે, જેના કારણે આપ કોઈ ૫ણ સ્પર્ધામાં ટકી રહેશો. સારા વાતાવરણમાં વધુ સારી રીતે કામકાજ…

    આજનું રાશિ ભવિષ્ય: 13 February

    મેષ આજે જોશ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપની સર્જનાત્મકતા બહાર આવતાં જ મગજમાં નવીન વિચારો પ્રગટ થશે અને દિવસ દરમ્‍યાન એનો અમલ કરશો. આજનો દિવસ સર્જનાત્‍મક બની રહેશે. વૃષભ વહીવટ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!