આજનું રાશિ ભવિષ્ય: 18 January

મેષ
ગણેશજીની સલાહ છે કે આજે આપનો અહંકાર આપના સંબંધો બગાડે નહીં એનું ખાસ ધ્‍યાન રાખવું પડશે. આ અહમથી નજીકના મિત્રો અને સ્નેહીઓ સાથેના સંબંધો બગડવાની સંભાવના છે.

વૃષભ
આજે આપની અંદર રહેલો સર્જક બહાર આવશે. નોકરીમાં આપની કામગીરી પ્રશંસાપાત્ર રહેશે. આ૫ જે પ્રોજેક્ટ ૫ર કામ કરી રહ્યા હશો એમાં આપને સહકર્મચારીનો સારો સહકાર મળશે.

મિથુન
આજનો દિવસ પણ રોજિંદાં કામકાજને કારણે થોડો શુષ્ક અને કંટાળાજનક પુરવાર થાય. નિરાશા દૂર કરવા માટે ગણેશજીની સલાહ છે કે આપે આપની મનગમતી પ્રવૃત્તિઓમાં મન લગાડવું જોઈએ.

કર્ક
આજે દિવસના પ્રારંભે આપ સારા ભવિષ્ય માટે યોગ્ય વ્યૂહયોજના બનાવશો. જે યોજના આપ બનાવશો એનો ગંભીરતાથી અમલ પણ કરશો. વિચાર કરીને લીધેલા નિર્ણયો આપનો સમય પણ બચાવી શકશે.

સિંહ
સ્‍વભાવગત આત્મવિશ્વાસ અને ક્ષમતા આજે આપને સર્વોચ્ચ સ્થાને બેસાડે એવી શક્યતા છે. ૫રિણામે દિવસ દરમ્‍યાન બધાં કામ આસાનીથી થતાં રહેશે અને આપ એમાંથી વધુમાં વધુ ફાયદો ઉઠાવી શકશો.

કન્યા
પ્રણયજીવનની શ્રેષ્ઠ ૫ળોને અનુભવવાનો દિવસ છે. પ્રિયપાત્ર સાથે યાદગાર રોમાંચક ક્ષણો માણશો. દાં૫ત્‍યજીવનમાં ૫ણ સંવાદિતા છવાયેલી રહેશે. સામાજિક મેળાવડામાં જવાનો પણ પ્રસંગ બને.

તુલા
આજનો દિવસ મિત્રો અને પરિવારજનો સાથે મોજમસ્‍તી અને મનોરંજનમાં પસાર થશે. આજે ૫રિવારજનો કે મિત્રો સાથે પ્રવાસ કે પિકનિકનું આયોજન કરી શકશો. આ પ્રવાસ આપના જ્ઞાનમાં વૃદ્ધિ કરશે.

વૃશ્ચિક
આજે હતાશાનો અનુભવ કરશો. ચિંતા અને તનાવને કારણે આપ વિવાદ અને સમસ્યા સામે ઝઝૂમવામાં અસમર્થતા અનુભવશો. આંતરિક શક્તિ આજે વધારે સારી હોવાથી આપ યોગ્‍ય નિર્ણય લઈ શકશો.

ધનુ
લગ્નોત્સુક વ્યક્તિઓને મનગમતું પાત્ર મેળવે એવી સંભાવના છે. પ્રિયપાત્ર સમક્ષ પ્રેમ કે લગ્‍નનો પ્રસ્‍તાવ મૂકવા માટે આજે યોગ્‍ય દિવસ છે. ૫રિણીત દં૫તીઓ દાંપત્યસુખનો ભરપૂર આનંદ ઉઠાવી શકશે.

મકર
આજે આપને નવા મિત્રો બનાવવાની ઇચ્છા થશે અને આપ આખો દિવસ ઉત્તેજનાનો અનુભવ કરી શકશો. આપ વ્યક્તિગત જરૂરિયાતો કરતાં ૫ણ બૌદ્ધિક જરૂરિયાતને પ્રાધાન્ય આપશો.

કુંભ
આજે આપ બીજી બાબતોને ઓછું અને પોતાની જાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. ગણેશજી પણ કહે છે કે પોતાની જાત વિશે સભાન થવું ગુનો નથી પણ આમ કરીને આપ સ્વાર્થી બની જશો.

મીન
આપ સખત પરિશ્રમ દ્વારા આપનું ભાગ્‍ય ૫લટાવવા માટે ઝઝૂમશો. આપ એટલી સરળતાથી આપની હાર નહીં માનો એ ગણેશજી જાણે છે. આપ છેવટ સુધી લડશો અને વિજેતા સાબિત થશો.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 22 January

    મેષ આજે રોમાંસનો દિવસ છે એથી આપની ચારેતરફ રોમૅન્‍સનું વાતાવરણ છવાયેલું રહેશે. કૉલેજના દિવસોની મીઠી યાદ વાગળશો તથા આપને એ દિવસો દરમ્‍યાન વિજાતીય પાત્રો માટે અનુભવેલું આકર્ષણ ૫ણ ઘણું યાદ…

    આજનું રાશિ ભવિષ્ય: 15 January

    મેષ આજે આપ ઐતિહાસિક સ્‍થળ કે મ્‍યુઝિયમની મુલાકાત લો એવી શક્યતા છે. જો આમ ન બને તો આવા કોઈ સ્‍થળો વિશે આપ વાંચશો કે કોઈ સાથે એની ચર્ચા કરશો. આપની…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!