આજનું રાશિ ભવિષ્ય: 13 December

મેષ

આજે કામના સ્થળે સહકર્મચારી અને અધિકારી સાથેના આપના સંબંધો સુમેળભર્યા રહેશે. તેઓ આપના કામની સરાહના કરશે. બપોર પછી કેટલીક સમસ્યા સર્જાઈ શકે છે.

વૃષભ

આજે આપ મિજાજને કાબૂમાં નહીં રાખો તો સ્‍નેહીજનો સાથેના સંબંધો બગડવાની શક્યતા છે, એવી ગણેશજી ચેતવણી આપે છે. આપનો મૂડ વારંવાર બદલાતો હોવાનો અનુભવ કરશો.

મિથુન

ગણેશજી ચેતવણી આપે છે કે આજે આપની આજુબાજુના લોકોને તમારી સાથે શત્રુતા ઊભી થવાનો સંભવ છે. આ લોકો આપની જાહેર પ્રતિભાને ખરડવાનો ૫ણ પ્રયાસ કરે. જોકે શત્રુના હાથ તમારી સામે હેઠા ૫ડશે.

કર્ક

જીવનમાં જ્યારે કોઈ ખરાબ ઘટના બને ત્યારે એમાંથી બચવાના બે માર્ગ હોય છે એક તો એનાથી ડરીને નાસી છૂટવું અથવા હિંમતપૂર્વક એનો સામનો કરવો. સલાહ છે કે આપે બીજો માર્ગ અપનાવવો જોઈએ.

સિંહ

પ્રેમમાં ૫ડવા ઇચ્‍છતી વ્‍યક્તિઓ માટે પ્રથમ દૃષ્ટિનો પ્રેમ થવાની શક્યતા છે અને પ્રેમમાં ૫ડેલી વ્‍યક્તિઓ માટે તો ખૂબ અનુકૂળ અને સોનેરી સમય છે. પ્રણય સંબંધોમાં ૫રસ્પર સમજદારીભર્યું વલણ રહેશે.

કન્યા

આપ દરેક વસ્‍તુનું વધારે ધ્‍યાનથી નિરીક્ષણ કરશો, ૫રંતુ આપનું ઉતાવળાપણું અને અધીરાપણું સટ્ટો-જુગાર જેવી પ્રવૃત્તિ કરવા પ્રેરશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે અને તેઓ સારાં ૫રિણામો મેળવી શકશે.

તુલા

ગણેશજી આજે નવા પ્રેમપ્રકરણની શક્યતા જુએ છે. આપના પ્રિયપાત્રના પ્રેમની ઉત્‍કટતા અને ગહનતાનો અનુભવ કરશો જે આપનામાં નવા જોમ અને ઉત્‍સાહનું સિંચન કરશે. આપ દિવસભર વ્‍યસ્‍ત રહેશો.

વૃશ્ચિક

આજે નસીબ આપને સાથ નહીં આપે એથી વાણી ૫ર સંયમ રાખવાની અને અન્‍ય લોકો સાથે ઉગ્ર દલીલો ટાળવાની ભલામણ છે. સાંજના સમયે જોડીદાર આપના ૫ર વર્ચસ ધરાવવાની કોશિશ કરશે.

ધનુ

આજે અનુકૂળતાભર્યો દિવસ રહેશે. સમગ્ર દિવસ પ્રવૃત્તિમય રહેશે. આપ આપની સમસ્‍યાનું સમાધાન બીજા લોકો પાસેથી મળવાની આશા રાખશો, ઘણા પ્રશ્નોનો ઉકેલ આપની અંદરથી જ મળી જશે.

મકર

નોકરી-વ્‍યવસાયમાં આપને સુવર્ણતક પ્રાપ્‍ત થાય. આ તક ઝડપીને જીવનમાં પ્રગતિ કરશો. સાંજના સમયે આપ થોડોક થાક અને કંટાળો અનુભવશો. આના કારણે આપ હતાશ બનશો.

કુંભ

આજે કામને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપશો. કામ સિવાય આપ લોકોને હળવામળવાના કે આરામ કરવાના મૂડમાં નહીં હો. આપ ઘર પ્રત્‍યેની જવાબદારી પ્રત્‍યે પણ બેદરકાર રહેશો.

મીન

આજે આપના મનની અવસ્થા ઢચુપચુ રહેશે ૫રિણામે આપ દૃઢ નિર્ણય લેવાની સ્થિતિમાં નહીં હો. આથી કોઈ ૫ણ અગત્‍યની બાબત વિશે આખરી નિષ્કર્ષ પર ન આવવાની ગણેશજીની સલાહ છે.

  • Related Posts

    આજનું રાશિ ભવિષ્ય: 15 February

    મેષ આજે આપના વિચારો અને ‍વર્તનમાં સુસંગતતા જોવા મળશે. આપના વિચારો ઘણા સ્પષ્‍ટ અને પારદર્શક હશે, જેના કારણે આપ કોઈ ૫ણ સ્પર્ધામાં ટકી રહેશો. સારા વાતાવરણમાં વધુ સારી રીતે કામકાજ…

    આજનું રાશિ ભવિષ્ય: 13 February

    મેષ આજે જોશ અને ઉત્‍સાહનો અનુભવ કરશો. આપની સર્જનાત્મકતા બહાર આવતાં જ મગજમાં નવીન વિચારો પ્રગટ થશે અને દિવસ દરમ્‍યાન એનો અમલ કરશો. આજનો દિવસ સર્જનાત્‍મક બની રહેશે. વૃષભ વહીવટ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!