મેષ
ગણેશજીની સલાહ છે કે ઉતાવળે કોઈ પગલાં કે નિર્ણયો લેવા નહીં, આમ કરવાથી પાછળથી ૫સ્તાવાનો વારો આવી શકે છે. દિવસ પૂરો થતાં બધુ આપની તરફેણમાં જ બનશે એથી ગણેશજી ધીરજ રાખવા જણાવે છે.
વૃષભ
આજે આપ પર્સમાં પૈસા ભરીને ખરીદી કરવા ઊપડશો અને સારી એવી ખરીદી કરશો. દિવસના મોટા ભાગનો સમય આપ ઘર બહાર અને દુકાનદારો સાથે ભાવતાલ કરવામાં પસાર કરશો, એમ ગણેશજીનું કહેવું છે.
મિથુન
આજે આપનામાં સંવેદનશીલતા અને ભાવુકતાનું પ્રમાણ વધારે હશે એથી ગણેશજી આપને લાગણીઓ પર અંકુશ રાખવાનું જણાવે છે. આપના જીવનમાં લાગણીઓ મહત્ત્વની ભૂમિકા ભજવશે.
કર્ક
આજે ભાગ્યદેવી આપના ૫ર મહેરબાન રહેશે. બાળકો, જમીન કે મકાન અથવા બાંધકામના બિઝનેસ દ્વારા લાભ થાય. ઑફિસમાં ઉ૫રી અધિકારીઓ અને સહકર્મચારીઓનો પૂરતો સાથસહકાર આપને મળી રહેશે.
સિંહ
આજે આપનો ઉત્સાહ જીવનમાં કંઈક અલગ અને અદ્વિતીય કરી બતાવવાની આપને પ્રેરણા આપે. આખો દિવસ આપ ખુશમિજાજ મૂડમાં હશો. આપનો ઉત્સાહ આપને સફળતાના શિખર સર કરાવશે.
કન્યા
આજે આપનું વલણ સહાનુભૂતિપૂર્ણ હશે, ૫રંતુ આપની અંદર રહેલો આવેગ આપને સટ્ટો, રેસ જેવી જોખમકારક પ્રવૃત્તિ તરફ દોરે એવી શક્યતા છે. એથી ગણેશજી આવી જોખમી પ્રવૃત્તિથી દૂર રહેવાની સલાહ આપે છે.
તુલા
ગણેશજીને લાગે છે કે આજનો દિવસ આપના માટે શુભ ફળ આપનારો બની રહેશે. આપને નાણાકીય લાભ થવાની પણ શક્યતા છે. સંતાનોની પ્રગતિ અને સફળતાના સમાચારથી આનંદ અનુભવશો.
વૃશ્ચિક
રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા આપ સારા લાભ મેળવી શકશો. આપની બુદ્ધિમત્તાના કારણે આપ લોકો તરફથી પ્રશંસા અને આદર પ્રાપ્ત કરશો. આજે આપનું કાર્ય આપની ઓળખ છતી કરશે.
ધનુ
આજના ૫ડકારરૂ૫ દિવસે આપ મહત્ત્વનાં કાર્યો હાથ ધરી શકો છો. આ કાર્યોમાં આપને સફળતા મળશે અને પ્રગતિ ૫ણ થશે. આજનો દિવસ આશાવાદી અને આનંદદાયક હોવાનો ગણેશજી કહે છે.
મકર
ગણેશજી આપને આજે દરેક વસ્તુની ઊજળી બાજુ જોવાની સલાહ આપે છે. જો આપ આશાવાદી અભિગમ રાખશો તો સમસ્યા આપના જીવનમાંથી ગાયબ થઈ જશે. ગાઢ વ્યવસાયિક સંબંધોને ધ્યાનમાં લેવાનો દિવસ છે.
કુંભ
આજે આપ મિત્રો અને સહકર્મચારીની પ્રગતિથી ઘણી ખુશી અનુભવશો એમ ગણેશજીને લાગે છે. આપની સાહસિક ભાવના વધશે અને આપ સારા ભવિષ્ય માટે ચોક્કસ ૫ગલાં ભરવાનું નક્કી કરશો.
મીન
ગ્રહોની ૫રિસ્થિતિ આપને આર્થિક નુકસાન સૂચવતી હોવાથી આર્થિક બાબતોમાં સાવધાની રાખવાની ગણેશજી સલાહ આપે છે. આજે મોટું મૂડીરોકાણ કરવું હિતાવહ નથી. શૅરદલાલોએ બહુ સાચવીને સટ્ટો કરવો.