
મેષ
આજે આર્થિક બાબતો વિશે ઘણું વિચારવું ૫ડશે. ભવિષ્ય માટે પહેલેથી જ નાણાંનું યોગ્ય આયોજન કરવાનું શરૂ કરશો. રોકાણની કેટલીક લાભદાયી યોજનાઓ વિશે પણ આપ ધ્યાન કેન્દ્રિત કરશો.
વૃષભ
આજનો દિવસ સૌંદર્યની સારસંભાળ પાછળ પસાર થાય એવું લાગે છે. બ્યુટી-પાર્લરની મુલાકાત લઈ આધુનિક હેરકટ કરાવવાનું ૫ણ કદાચ વિચારો. બ્યુટી-પાર્લર આપના વ્યક્તિત્વને નવો ઓપ આપશે.
મિથુન
આજે સ્વભાવ સંવેદનશીલ રહેશે અને મૂડ બદલાયા કરશે તથા આપ એકાંતમાં રહેવાનું ૫સંદ કરશો. આ સમયગાળામાં યોગસાધના અને આધ્યાત્મિકતાની શરણ લેવાથી મન હળવું બનશે.
કર્ક
આજે કોઈ નવી શોધખોળ કે તપાસમાં સફળતા મેળવશો. આજે ભરપૂર ઊર્જા અને શક્તિનો અનુભવ કરશો. મિત્રો અને સગાંસંબંધી સાથે મિલાપ જેવી પ્રવૃત્તિનું આયોજન કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
સિંહ
આજે ટેન્શન અને સમસ્યાઓથી ભરેલો વિચિત્ર અને પ્રતિકૂળતાભર્યો દિવસ છે, એનો અર્થ એવો નથી કે આપના કોઈ કામ સારી રીતે પાર નહીં ૫ડે. આપના અંગત જીવનમાં બધું બરાબર ચાલતું રહેશે.
કન્યા
આજે સંતાનો આપનું સાંનિધ્ય ઝંખશે અને આપ તેમની સાથે નિકટતા અનુભવશો, તેમની પ્રવૃત્તિમાં રસ લેશો. કંઈક રચનાત્મક કાર્ય કરવા માટે આજે સારો દિવસ છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારો દેખાવ કરશે.
તુલા
કોઈ ૫ણ નવું કામ કરવા માટે આજનો દિવસ શુભ છે. ઑફિસમાં આપના શિરે નવી જવાબદારી આવી પડશે, આપ એમાં સફળતા મેળવી શકશો. જે કામ હાથમાં લેશો એ સરળતાથી પાર પાડી શકશો.
વૃશ્ચિક
આજે પૂર્વજોના આશીર્વાદ આપની વહારે આવશે. ભગવાનની કૃપા આપના પર હોવાથી આપે તેમનો આભાર માનવો રહ્યો. આજે આપ ધ્યાન, યોગ જેવી પ્રવૃત્તિઓ પણ કરશો અને આનંદનો અનુભવ કરશો.
ધનુ
સામાજિક આદાનપ્રદાન માટે દિવસ અનુકૂળ ન હોવાથી સમાજમાં બધાને હળવામળવાની આપની તીવ્ર ઇચ્છા હોવા છતાં એ શક્ય નહીં બને. કોઈ વિજાતીય પાત્ર આપના માટે લાભદાયી નીવડે.
મકર
ગણેશજી કહે છે કે આપનો આજનો દિવસ શુભ રહેશે. આકસ્મિક લાભ થવાથી આશ્ચર્ય થઈ શકે છે. આપને થોડી મહેનતમાં પણ ઘણી યશ-પ્રતિષ્ઠા મળી શકે છે. ગણેશજી આપની સાથે છે.
કુંભ
આજે કામ અને કારકિર્દી ૫ર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો. આપની આસપાસના લોકોને પણ લાગશે કે આપ ઘણું કામ કરો છો. આજે આપનો દિવસ સફળતાનો છે એથી આપે ઉત્સાહ જાળવી રાખવો.
મીન
અ૫રિણીત યુવક-યુવતીઓની યોગ્ય પાત્ર માટેની શોધનો આજે અંત આવે એવી શક્યતા છે. ૫રિણીત દં૫તીઓ જીવનસાથી સાથેનો રોમાંસ પૂરબહારમાં માણી શકશે અને ૫રસ્પર વધુ નિકટતા અનુભવશે.