મેષ
આજે આપ ઘણો શારીરિક, માનસિક થાક તથા અસ્વસ્થતાનો અનુભવ કરો એવી શક્યતા છે. આ સમયે યોગ અને ધ્યાન જેવી પ્રવૃત્તિ આપને ઘણી મદદરૂપ થઈ શકે છે. ગણેશજી આપની સાથે છે.
વૃષભ
ગણેશજી આજે આપને લાગણીઓના આવેશમાં ન ખેંચાઈને વ્યવહારુ બનવાની સલાહ આપે છે. સ્ત્રીપાત્ર આજે આપની જિંદગીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે એવી શક્યતા છે. પ્રણયસંબંધો સામે આપ મજબૂર બનશો.
મિથુન
આજે આપને પોતાની પ્રતિષ્ઠા તથા લોકોના મનમાં આપના વિશે કેવી છા૫ છે એની ચિંતા રહ્યા કરશે. લોકોની નજરમાં પોતાની છબી સુધારવા આપ ઘણી મહેનત કરશો અને દિવસના અંતે આપને એનો ફાયદો પણ થશે.
કર્ક
આજે આપનો સ્વભાવ વધારે પડતો લાગણીશીલ બનશે. આપે દરેક વાતને સરળતાથી લેવી જોઈએ અને મધ્યમ માર્ગ અ૫નાવવો જોઈએ. ગણેશજી એક વાત યાદ રાખવા કહે છે કે કોઈ પણ વાતમાં અતિશયોક્તિ હાનિકારક જ હોય છે.
સિંહ
ગણેશજી આપને આજે અક્કડ અને જિદ્દી વલણ છોડવા જણાવે છે. સંજોગો સાથે થોડુંક સમાધાન કરી લેવાથી આપ ખરેખર ઘણી રાહત અનુભવશો. જો તમે આ વાત નહીં માનો તો આપને મિત્રો સાથે ઝઘડો થવાનો સંભવ છે.
કન્યા
આપના હિતશત્રુઓ આપની પ્રતિષ્ઠાને ખરડવાની કોશિશ કરશે, એમ ગણેશજી જણાવે છે. પ્રિયપાત્ર તરફથી મળેલા ઠંડા પ્રતિસાદને જોતાં પ્રિયતમા સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકવા વિશે દ્વિધા અને મૂંઝવણ અનુભવશો.
તુલા
આજે આપ પ્રિયજન માટે આધિ૫ત્યની ભાવના દર્શાવીને તેના પ્રત્યે પ્રેમ અભિવ્યક્ત કરશો. આજે નાની-નાની બાબતો ૫ણ આપને અસ્વસ્થ બનાવશે, પણ અમુક બાબતોને બાદ કરતાં આપનું જીવન સરળતાથી આગળ ચાલશે.
વૃશ્ચિક
આપનો સંતાનોના અભ્યાસનો ખર્ચ વધી જાય એવી શક્યતા છે. આપ સામાજિક પ્રસંગમાં હાજરી આપશો અને એ આપના માટે લાભકારક રહેશે. ૫રિવારજનો સાથે ઘણો આનંદદાયક સમય પસાર કરી શકશો.
ધનુ
આજે આપની ઉદાસીની પળોમાં જીવનસાથીનો સહારો બહુ મહત્ત્વની ભૂમિકા ભજવશે. તેની સાથે વાતચીત કરવાથી આપના મનનો બોજ હળવો થઈ જશે. સામાજિક સં૫ર્કો વિકસાવવા માટે પૂરતો અવકાશ આપને સાં૫ડશે.
મકર
આપના મનમાં પ્રવર્તતી ગેરસમજો અને શંકા-કુશંકાઓની આજે સ્પષ્ટતા થઈ જાય એવી શક્યતા છે. આપ આનંદિત મૂડમાં હશો. જોકે નિકટના સ્વજનો સાથેના સંબંધમાં ઊભી થયેલી કડવાશ દૂર થતા થોડો સમય લાગશે.
કુંભ
આજે આપની કોઈ ખાસ વસ્તુ મેળવવાની તલપ તૃપ્ત થશે. આજે આપ સંતોષ અને માનસિક શાંતિની અનુભૂતિ કરશો. ગણેશજી જણાવે છે કે આપે આપની ખુશીમાં કોઈને સહભાગી બનાવવા જોઈએ.
મીન
આજે આપ પ્રેમ અને કારકિર્દી બન્ને બાબત વિશે ચિંતિત હશો. આપની સમક્ષ કારકિર્દીમાં પ્રગતિ કરવાની ઘણી તકો દેખાઈ રહી હોવાથી જીવનની ભાવનાત્મક બાજુને પૂરતો સમય નહીં ફાળવી શકો.