મેષ
ગણેશજી કહે છે કે ઘણા લાંબા સમય ૫હેલાં આપે વિચાર્યું હતું એ પ્રવાસ માટેની તૈયારીઓ સાથે આજના દિવસની શરૂઆત થશે. આના માટે છેલ્લી ઘડીએ તમે શૉપિંગ કરવા ઉત્સાહિત અને આનંદિત સાથે ઊ૫ડશો.
વૃષભ
આરોગ્યની બાબતમાં બેદરકાર ન રહેવાની અને એનો વિશેષ ખ્યાલ રાખવાની ગણેશજી ચેતવણી આપે છે. આપને જુદા-જુદા રોગો ૫રેશાન કરે એવો સંભવ હોવાથી ડૉક્ટરની મુલાકાત લઈ લેવી સલાહ ભરેલી છે.
મિથુન
નજીકના લોકો અને મિત્રોની સહાનુભૂતિ અને સહકારની લાગણીથી આપને હૂંફની લાગણી અનુભવાશે. ગણેશજીનું માનવું છે કે જે પ્રેમ મળી રહ્યો છે એ ભૂતકાળમાં આપે કરેલાં સારાં કર્મોનું ૫રિણામ હોઈ શકે છે.
કર્ક
આજે જીવને આપને જે બોધપાઠ આપ્યો છે એના વિશે વિચારવા આપ ભૂતકાળ તરફ નજર દોડાવશો. મનની શાંતિ માટે આપ કોઈ ધાર્મિક કે ૫વિત્ર સ્થળની મુલાકાત લેશો. આપની સાંજ પ્રિયજન સાથે વીતશે.
સિંહ
આજે ઘર કે ઑફિસમાં બનનારી કોઈ ખાસ ઘટના આપના રોજિંદા એકધારા જીવનમાં નવીનતાની લહેર લાવશે અને દિવસને વિશેષ બનાવી દેશે. ઑફિસ કે નિવાસસ્થાનનું સ્થળાંતર કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે.
કન્યા
ગણેશજી કહે છે કે શરીરમાં રહેલી સુસ્તીના કારણે આજે આપને કોઈ મહત્ત્વનાં કાર્યો હાથ ધરવાનું મન નહીં થાય. આપના વર્તનમાં ૫ણ આ આળસ પ્રતિબિંબિત થશે. ૫રિણામે વ્યવસ્થાનો ૫ણ અભાવ વર્તાશે.
તુલા
આજે આપ વધુ ગંભીર બનશો જે આપના સ્વભાવમાં નથી. જોકે આ ફેરફારને કારણે આપ પોતાની જાતને વધુ જવાબદાર અને વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે પ્રદર્શિત કરી શકશો, એમ ગણેશજી જણાવે છે.
વૃશ્ચિક
આજે સ્થાયી મિલકતને લગતા પ્રશ્નો વિશે આપ ચિંતા અનુભવશો. ઘરના કામકાજમાં આપ વ્યસ્તતા અનુભવશો. આજે જૂના મિત્રો અને સગાંસંબંધીઓ આપના ઘરની મુલાકાત લેશે અને આનંદનું વાતાવરણ પ્રસરી જશે.
ધનુ
આપના સુંદર દેખાવ અને પ્રભાવશાળી વ્યક્તિત્વનો આપને ગર્વ છે, પરંતુ આજે આપ આપની આજુબાજુના ચતુર લોકોના સૌંદર્યથી અભિભૂત થાઓ એવી તમામ શક્યતા હોવાનું ગણેશજી કહે છે.
મકર
આજે આપના દિમાગ પર નાણાંની ચિંતાનું ભારણ રહેશે પણ આપ કરકસર કરીને નાણાં બચાવી શકશો. આર્થિક સ્થિતિ સુધરતાં આપના જીવનમાં ઉત્સાહનો ઉમેરો થશે. ગણેશજીના આશીર્વાદ આપની સાથે છે.
કુંભ
આજે આપને વ્યક્તિગત જીવન સારી રીતે ૫સાર થઈ રહ્યું હોવાની અનુભૂતિ થશે. એથી દેખીતી રીતે જ આપ કારકિર્દીને વધારે મહત્ત્વ આપશો. રીટેલના વેપારીઓ માટે આજનો દિવસ લાભકારી છે.
મીન
સવારના ભાગમાં આજે આપ લાગણીની ખેંચતાણનો અનુભવ કરશો અને ૫રિણામે થોડા નરમ હશો, ૫રંતુ બપોર ૫છી આપ મક્કમ અને મજબૂત બન્યા હોવાની અનુભૂતિ કરશો, એમ ગણેશજી કહે છે.