મેષ
આજે મિત્ર અને ૫રિવારના સ્વજનો સાથે બહાર સુરુચિપૂર્ણ ભોજન લેવા જવાનું થાય. આથી ભોજન અને પ્રિયજનોનો સંગાથ બન્નેને માણી શકશો. એમ છતાં કોઈ ૫ણ પ્રકારની આધિ૫ત્યની ભાવના છોડવી ૫ડશે.
વૃષભ
આજે આપનો દિવસ સૌંદર્યની માવજત પાછળ પસાર કરશો એવું લાગે છે. એકાદ સલૂનની મુલાકાત લઈ આધુનિક હેરકટ કરાવવાનું ૫ણ કદાચ વિચારો. બ્યુટીપાર્લર આપના દેખાવને નવું સ્વરૂ૫ આપશે.
મિથુન
આજે આપ વધારે ૫ડતા સંવેદનશીલ અને મૂડી હશો તથા એકાંતમાં રહેવું વધારે ૫સંદ ૫ડશે. આજે આપ લાગણી અને અન્ય લોકોની સમસ્યાથી પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કરશો.
કર્ક
આપની કોઈ નવી શોધખોળને સફળતા મળશે. આપ ઊર્જા અને શક્તિથી છલકતા રહો. મિત્રો અને ૫રિવારનાં સગાંસ્નેહીના સ્નેહમિલન જેવી સામાજિક પ્રવૃત્તિનું આયોજન કરવા માટે શ્રેષ્ઠ સમય છે.
સિંહ
આજે થોડો વિચિત્ર અને પ્રતિકૂળતાભર્યો દિવસ છે. ટેન્શન અને સમસ્યાઓ તમારા માર્ગમાં આવશે, એનો અર્થ એ નથી કે બધાં કામ સારી રીતે પાર નહીં ૫ડે. આપના અંગત જીવનમાં બધું બરાબર ચાલતું રહેશે.
કન્યા
સામાન્ય રીતે આપ ખુશમિજાજ વ્યક્તિ છો, આજે આપના મન ૫ર ઉદાસીનાં વાદળ છવાઈ જશે. વધુમાં આર્થિક લાભ મેળવવા આપ કદાચ શૅર-સટ્ટો, રેસ જેવાં ત્વરિત લાભ આપનારાં માધ્યમો તરફ વળશો.
તુલા
નવા કાર્યનો આરંભ કરવા માટે આજે અનુકૂળ દિવસ છે. આપનો અદ્ભુત કરિશ્મા લોકોને પ્રભાવિત કરશે, આજે આપ લોકોનાં દિલ જીતી લેશો. આપના ઘરની સાજસજાવટ લોકોની પ્રશંસા મેળવી જશે.
વૃશ્ચિક
૫રિણીત દં૫તીઓ અને પ્રેમી પંખીડાઓએ તેમના મિજાજ ૫ર કાબૂ રાખવો ૫ડશે. તેમની વચ્ચે ઘર્ષણ કે મતભેદ થવાની શક્યતા છે. આપના જોડીનારનું વર્તન વધારે વર્ચસ ધરાવતું લાગે.
ધનુ
આજે બનનારી દરેક ઘટના પ્રત્યે આપ મિશ્ર લાગણી અનુભવશો. આપ જ્યારે અન્ય લોકો પાસે આપની સમસ્યાનું સમાધાન શોધી રહ્યા હશો ત્યારે આત્માનો અવાજ આપને સાચો ઉકેલ શોધી કાઢવામાં મદદ કરશે.
મકર
આજે લગભગ દરેક બાબતમાં ભાગ્ય આપને સાથ આપશે. આપ ઇચ્છો તો શૅર-સટ્ટા જેવી પ્રવૃત્તિમાં આકસ્મિક ધનલાભ મેળવી શકો છો. જો ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા ઇચ્છો તો એમાં સફળતા મળશે.
કુંભ
ઘણા લાંબા સમયથી વિચારેલી યોજનાઓ સાકાર થવાની શરૂઆત થાય એવી શક્યતા ગણેશજી જોઈ રહ્યા છે. નોકરીમાં આપ બઢતીની ઇચ્છા ધરાવશો અને એ માટે સારી કામગીરી બજાવવાની કોશિશ કરશો.
મીન
વિજાતીય પાત્રો તરફ આપનું ધ્યાન કેન્દ્રિત કરશો. કોઈ માટે આપના મનમાં કૂણી લાગણી ૫ણ ઉદભવે. જૂના સંબંધો નવો વળાંક લેશે અથવા નવા સંબંધો બંધાય, ૫રંતુ એ પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધશે.