પ્લાયવુડ સીટોની આડમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો ભારતીય બનાવટની વિદેશી દારૂની કિ.રૂ. ૫૭,૭૫,૬૭૨/- નો વિશાળ માત્રામાં ઈંગ્લીસ દારૂનો જથ્થો કબ્જે કરતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંન્ચ.

સૂત્રોની મળતી માહિતી મુજબ ગઇકાલ તા.૧૫/૧૨/૨૦૨૪ ના રોજ એલ.સી.બી. ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. ટીમના (૧) અ.હે.કો. દેવરાજસિંહ પ્રવિણસિંહ (૨) અ.હે.કો. શકિતસિંહ મહેન્દ્રસિંહ ને ચોકકસ બાતમી મળી હતી કે, એક ટાટા ટ્રક નંબર HR-61-C-5743 માં વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત, ભરૂચ વડોદરા એક્ષપ્રેસ-વે હાઇવે ઉપર થઇ અમદાવાદ તરફ જનાર હોવાની ચોકકસ બાતમી મળતા બાતમીના આધારે એલ.સી.બી. ટીમ એકસપ્રેસ ટોલનાકા ઉપર વડોદરા થી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળી ટ્રકની વોચમાં હતાં તે દરમ્યાન બાતમીવાળી ટાટા ટ્રક આવતા તેને રોકવા માટે કોર્ડન કરવા જતા ડ્રાઇવરને શક જતા ટ્રકને દુર ઉભી રાખી દીધેલ અને ટ્રકમાંથી બે ઇસમો ઉતરીને ભાગવા લાગેલ જેઓને પકડવા માટે જતા એક ઇસમ હાઈવે ઉપર વાહનોની અવર જવર હોય જે વાહનોની આડાસ લઇ ડીવાઈડર ક્રોસ કરી અમદાવાદથી વડોદરા તરફ જતી ટ્રેક પરથી નાસી ગયેલ અને એક ઇસમ પકડાઈ ગયેલ જેનું નામ ઠામ પુછતા દેવીલાલ ટીલારામજી પટેલ (ડાંગી) રહે.૦૮, નવલસિહજી કા ગુડા તા.ગીરવા જી.ઉદેપુર થાણા કુરાબડ (રાજસ્થાન) અને ટ્રક ડ્રાઇવર હોવાનું જણાવેલ તેને નાસી જનાર ઇસમનુ નામ પુછતા લાલસીંગ દેવડા રાજપુત રહે.કુરાબડા ઉદેપુરનો હોવાનું જણાવેલ જેથી પકડાયેલ ઇસમને ટ્રકમાં ભરેલ માલાસામાન બાબતે પુછતા ટ્રકમાં પ્લાયવુડ ભરેલ હોવાનું જણાવેલ જેથી ડ્રાઇવર ઇસમને સાથે રાખી ટ્રકમાં પાછળ લગાવેલ તાળપત્રી હટાવી જોતા પ્લાયવુડની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ જે ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી વિદેશી દારૂની કુલ પેટી નંગ- ૭૧૧ જેમા કુલ બોટલ નંગ ૧૮,૧૮૦/- કિ.રૂ. ૫૭,૭૫,૭૨/- તથા કુલ રૂ.૭૪,૧૨,૯૨૨/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો .

પકડાયેલ ડ્રાઇવર ને ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પુછપરછ કરતા પોતે તેમજ ભાગી જનાર લાલસીંગ રાજપુત એ રીતેના ઘુલીયા ખાતે ગયેલા અને લાલસીંગ રાજપુતના સંપર્ક વાળા ઇસમે ધુલીયા ખાતે ઓરંગાબાદ બાયપાસ ઉપર ઉપરોકત નંબર વાળી ટ્રક ઉભેલ હોવાનું જણાવી જેમા પ્લાયવુડની સીટ, બીલ, બીલ-ટી છે તે ટ્રક લઇને ગાંધીધામ ખાતે જવાનું કહેતા તે તેમજ લાલસીંગ રાજપુત નીકળેલ હોવાની હકિકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ડ્રાઇવર ઇસમ તેમજ ભાગી જનાર તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.

ઉપરોકત પકડાયેલ ડ્રાઈવર આરોપી દેવીલાલ ટીલારામજી પટેલ (ડાંગી) નાનો ગેરકાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતીમાં સકળાયેલ હોવાનું જણાઈ આવેલ હતુ, આ અગાઉ વર્ષ ૨૦૨૩ માં એલ.સી.બી. ધ્વારા કરજણ પો.સ્ટે.ની હદના ટોલનાકા ઉપરથી વિદેશી દારૂ ભરેલ આઈશર ગાડી ઝડપી પાડેલ જે આઇશરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારુના કવાર્ટરીયાની પેટી નંગ-૧૦૦૧ જેમા કુલ બોટલ નંગ- ૪૮૦૪૮ કિ.રૂ. ૪૮,૦૪,૮૦૦/-નો વિશાળ પ્રોહી મુદ્દામાલ કબ્જે કરેલ જે અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં માં ગુનો દાખલ કરવામાં આવેલ, જે ગુનામાં મજકુર ડ્રાઇવર આરોપી આજદિન સુધી નાસતો ફરતો હોવાનું જણાઇ આવતા મજકુર આરોપી રાજયના અન્ય પો.સ્ટે.માં કોઈ ગુનામાં પકડવાનો બાકીમાં છે કે કેમ ? જે અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

  • Related Posts

    વડોદરા નેશનલ હાઈવે 48 પર ગેરકાયદે ધમધમતો બાયોડીઝલ પ્લાન્ટ ઝડપાયો, ત્રણ ભરવાડ વોન્ટેડ

    વડોદરા નેશનલ હાઇવે 48 પર આવેલા એ.પી.એમ.સી માર્કેટ સામે મીનાક્ષી પાર્કિંગમાંથી શંકાસ્પદ જવલનશીલ પ્રવાહીના જથ્થા અને સામાન સહિત રૂ.1.62 લાખનો મુદામાલ એસઓજી પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો. ત્યારે ત્રણ…

    આણંદમાં બે યુવકોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ ગળું દબાવી હત્યા કરી, 50 હજારનો મુદ્દામાલ લૂંટ્યો, પોલીસે ઝડપી પાડ્યા

    આણંદના એક ગામની સીમમાં એકલાં રહેતાં વૃદ્ધાના ઘરમાં રાત્રીના સમયે ઘૂસેલા બે શખ્સોએ વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજાર્યાં બાદ તેનું ગળુ દબાવીને હત્યા કરી નાંખી હતી. જે બાદ ઘરમાંથી 50 હજારના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!