રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા વિશ્વામિત્રી રિવાઈવલ પ્રોજેક્ટ ની સમીક્ષા કરવામાં આવી હતી.

વિશ્વામિત્રી પ્રોજેકટની ઝડપથી અને ધાર્યા કરતા વધુ ઝડપે કામગીરી થઈ રહી હોવાનું વડોદરા આવેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.વરસાદ પહેલા 32 ટકા કામગીરી ઇરીગેશન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.ઇરીગેશન દ્વારા ચેકડેમ રિપેરિંગ કાંસની કામગીરી માટે પ્રેજેંટેશન કરાયું હતું.પ્રિમોન્સુન કામગીરી ત્વરિત પૂર્ણ કરવામાં આવશે.મહાનગરપાલિકા દ્વારા સપૂર્ણ તૈયારી કરી દેવામાં આવે છે.જિલ્લા શહેરના આયોજન અંગે પ્રભારી મંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,વડોદરા હંમેશા આયોજન ના કામોમાં પ્રથમ રહ્યું છે અને રહેશે.વિશ્વામિત્રી પ્રોજેક્ટ તેની સમય મર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવશે.શહેરમાં નવી બોટ વસાવવા માટે આપ્યું નિવેદન આપતા કહ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા ગમે તેટલી બોટ ખરીદવાની હશે તેની મંજૂરી આપવામાં આવશે.પૂરની સ્થિતિને ટાળવા માટે NDRF સહિત તરવૈયાની ટીમોને તૈયાર કરવા પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી છે.વિશ્વામિત્રીને ગટરના પાણીથી પ્રદૂષિત થતી અટકાવા સુએઝના નવા આયોજન કરવામાં આવેલ છે.જે અંગે પાલિકા કમિશનર સાથે કરવામાં ચર્ચા આવી છે.

  • Related Posts

    પહલગામમાં થયેલ આંતકી હુમલાના મૃતક સ્વજનોના બાળકોના શિક્ષણની જવાબદારી સુરતનું પી.પી. સવાણી ગ્રુપ ઉઠાવશે

    સુરત : જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા અને 20 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. આ સમયે પી. પી. સવાણી પરિવાર આ…

    પહેલાં પપ્પાનો ફોટો પાડી રહેલા દીકરાની છાતી વીંધાઈ ગઈ અને પછી પપ્પાને પણ ગોળી વાગી

    પતિ અને દીકરાને આતંકવાદીઓએ ગોળી મારી એ જોઈને કાજલ પરમાર બેભાન થઈને ઢળી પડ્યાં : ભાવનગરથી કાશ્મીર ગયેલું ૨૦ વ્યક્તિઓનું ગ્રુપ સાઇટ-સીઇંગ માટે પહલગામ ગયું અને આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરતાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!