કાર ચાલકે રિવર્સ લેતા નિયંત્રણ ગુમાવી કારને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી

વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં રાજીવ નગર પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. જ્યાં કાર ચાલકે રિવર્સ લેતા નિયંત્રણ ગુમાવી કારને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી.

આ દરમિયાન પાછળથી પસાર થઈ રહેલા એક સાઇકલ સવાર વૃદ્ધને કાર નીચે કચડાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના દૃશ્યો હાલ સામે આવ્યા છે.

  • Related Posts

    એક કરુણ અંત: માંગલેજમાં પિયર જવા ન મળતા પરિણીતાનો આપઘાત

    જીવનની નાજુક ક્ષણોમાં જ્યારે સંબંધોની ગૂંચવણ અને અપેક્ષાઓનો ભાર અસહ્ય બની જાય છે, ત્યારે ક્યારેક અણધાર્યા અને કરુણ અંત આવે છે. કરજણ તાલુકાના માંગલેજ ગામેથી આવેલી એક હૃદયદ્રાવક ઘટના આવી…

    વોર્ડ નંબર 12 ના વિકાસ લક્ષીના કામોને લઈને સ્થાનિકો દ્વારા વિરોધ પ્રદર્શન

    વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરગામ વાગી ચૂક્યા છે ત્યારે વોર્ડ નંબર 12 માં આવેલી કાલિદાસ ચાલ અને વોર્ડ નંબર 12ના કોંગ્રેસના પ્રમુખ રાકેશ ઠાકોર સાથે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું…

    error: Content is protected !!