શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ ખાતે વાર્ષિક રમોતત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સતત અભ્યાસ પછી વિદ્યાર્થીઓ માનસિક રીતે પ્રફુલ્લિત બને સાથે તેઓમાં ખેલદિલીની ભાવના વિકસે, શારીરિક સ્વસ્થતા,સજાગતા આવે. ઉપરાંત તેઓમાં ચપળતા,ઝડપ,ત્વરિત નિર્ણય,ધ્યાન,એકાગ્રતા, જૂથકાર્ય,એકતાનું મહત્વ,શિસ્ત અને ખેલદિલીની ભાવના વગેરેનો વિકાસ થાય તેવા ઉમદા હેતુસર શાળાના આચાર્ય શાહિદ શેખના નેતૃત્વમાં વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો હતો.
શાળાના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો માટે શાળાના મેદાનમાં વિવિધ રમતો જેવી કે લીંબુ ચમચી,કોથળા દોડ,ઝીગઝેગ રેસ,ઊંધી દોડ,સિક્કા શોધ,શતરંજ, થ્રોબોલ અને ક્રિકેટનુ આયોજન કરવામાં આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ રમતોનો હેતુ સાર્થક કર્યો હતો. ક્રિકેટની રમતમાં ભાઈઓની ક્રિકેટ કરતા બહેનોની ક્રિકેટમાં તીવ્ર રસાકસી જોવા મળી હતી.
બહેનોની ક્રિકેટમાં શાળાની શિક્ષિકા બહેનોએ પણ ભાગ લીધો હતો.જ્યારે ભાઈઓની ક્રિકેટમાં શાળાના શિક્ષકો, સુપરવાઈઝર અને આચાર્ય એ પણ ભાગ લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારી પ્રેરણા સ્ત્રોત બન્યા હતા. એકંદરે રમોતત્સવ ખુબ જ સફળ આનંદ, ઉત્સહભાર્યો અને ખુબ જ યાદગાર રહ્યો હતો.
આ સમગ્ર વાર્ષિક રમતોત્સવનું આયોજન અને સંચાલન શાળા સંચાલક મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા તેમજ ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાના સીધા માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર