
શહેરમાં પાર્કિંગના સ્થળોએથી સ્કૂટર,બાઈક, રિક્ષા, કાર ટ્રક અને ટ્રેલર જેવા વાહનોની ચોરીઓના બનાવો બનતા હોય છે. પરંતુ ગઈકાલે એમ્બ્યુલન્સની ચોરીનો બનાવ બન્યો હતો. નડિયાદ સિવિલ હોસ્પિટલની પાસે યોગીરાજ સોસાયટીમાં રહેતા અને આઉટસોર્સના ડ્રાઇવર તરીકે હોસ્પિટલની એમ્બ્યુલન્સ ચલાવતા ચંદ્રકાંતભાઈ કાપડિયા એ પોલીસને કહ્યું છે કે, ગઈતા 19 મી એ સાંજે બે પેશન્ટને ઇમરજન્સીમાં વડોદરા લાવવામાં આવ્યા હતા. બંને પેશન્ટને વડોદરા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં એડમિટ કર્યા બાદ હું એમ્બ્યુલન્સ લઈ પરત ફરતો હતો ત્યારે છાણી ગુરુદ્વારા નજીક એમ્બ્યુલન્સ એક સાઇટ પર પાર્ક કરી રોડ ક્રોસ કરીને પાણી ભરવા માટે ગયો હતો.આ દરમિયાન એમ્બ્યુલન્સમાં જ ચાવી લટકાવેલી હોવાથી એક પાતળા બાંધાનો એક યુવક એમ્બ્યુલન્સ ચાલુ કરી છાયાપૂરી તરફ ફરાર થઈ ગયો હતો. 12 લાખની કિંમતની એમ્બ્યુલન્સ ચોરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી 20 એપ્રિલના રોજ થઈ હતી એમ્બ્યુલન્સની ચોરી પોલીસે CCTV તપાસતા તસ્કર વડોદરા થી ભરૂચ તરફ જતો દેખાયો હતો છાણી પોલીસે ભરૂચ ટોલ પ્લાઝા ઉપરથી તસ્કરને એમ્બ્યુલન્સ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી