છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મંદવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દી અને ઓછું વજન ધરાવતી સગર્ભા બહેનોને અનુપમ મિશન ધ્વારા પોષણક્ષમ કીટ વિતરણ કાર્યક્રમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહી લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર