છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે સરકારી વિનયન કોલેજ તથા જેન્ડર એન્ડ રિસોર્ટ સેન્ટર મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટી સ્તરીય એક દિવાસીય સેમિનાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે તાલુકા પંચાયતના પ્રમુખ મિલનભાઈ રાઠવા, પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, મુખ્ય વક્તાઓ જીગ્નેશભાઈ પંડ્યા, અને સંજયભાઈ સોલંકી, અને મહિલા અને બાળ વિભાગમાંથી ચેતનાબેન વૈધ અને કોલેજના આચાર્ય અર્ચનાબેન ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર