સુરતમાં MD ડ્રગ્સનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરારઃ પોલીસની કામગીરી સામે સવાલો

 શહેરમાં MD ડ્રગ્સ સાથે પોલીસે એક આરોપીને પકડ્યો હતો. પોલીસે આરોપીને 17.59 ગ્રામ MD ડ્રગ્સ સાથે રિંગ રોડ સ્થિત કિન્નરી ટોકીઝ પાસેથી ઝડપ્યો હતો. આરોપીને ફરાર થયાને 24 કલાક થયા બાદ પણ હજી સુધી પોલીસના હાથે લાગ્યો નથી. પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ જતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરતમાં પોલીસ કસ્ટડીમાંથી એમડી ડ્રગ્સ સાથે પકડાયેલો આરોપી ડ્રગ્સ પેડલર ઝુબેર ફિરોઝ ખાન પઠાણ ફરાર થઈ ગયો હતો. આરોપીને પકડવા માટે પોલીસ દોડતી થઈ ગઈ છે. આરોપી ટ્રાફિક શાખાની કચેરીની શૌચાલયમાંથી ભાગી છૂટ્યો હતો. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને ડ્રગ્સના આરોપીએ પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ છે.

આરોપી ટ્રાફિક શાખાની કચેરીના શોચાલયની બારીમાંથી ગઈકાલે સવારે ફરાર થઈ ગયો હતો. તેને ફરાર થયા 24 કલાક વીતી ચૂક્યા છે પણ હજી સુધી તે પોલીસની પકડમાં આવ્યો નથી. પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગી જતાં અનેક સવાલો ઉભા થયાં છે.

  • Related Posts

    ગુજરાતમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ, આજે આ વિસ્તારમાં છે આગાહી…

    હવામાન વિભાગની આગાહીના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદથી 8 લોકોનાં મૃત્યુ થયા હતા અને 114 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આજે રાજ્યના 10 જિલ્લામાં ભારેથી…

    માંજલપુર સ્પંદન ચાર રસ્તા પાસે વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાવાના મુદ્દે સ્થાનિક અગ્રણી દ્વારા રોડ પર સ્નાન કરવાની ચીમકી.ઉચ્ચારી હતી

    વડોદરાના શાસકો વહીવટી તંત્ર વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કરે છે પણ વાસ્તવિક ધરાતલ પર તેઓ  લોકોને  શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પાણી પણ નથી આપી શકતા એક તરફ બુલેટ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!