
છોટઉદેપુર જિલ્લામાં યાયાવર પક્ષીઓ માટે રામી ડેમ અને સુખી ડેમ પ્રથમ પસંદગી
દુનિયામાં પક્ષીઓનો વિશાળ અને અદભૂત સંસાર વસે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે હજારો પક્ષીઓ શરદી અને ચોમાસાની ઋતુમાં ભોજન, પ્રજનન અને મોસમમાં આવતા પરિવર્તનને લીધે પ્રવાસ કરતા હોય છે. વર્ષ ૧૯૯૩માં સંયુક્ત રાજય અમેરિકાને યાયાવર પક્ષીઓને થનાર નુકશાન વિશે જનજાગૃતિ લાવવાના પ્રારંભિક નેક વિચારમાંથી સંયુક્ત સંધ દ્વારા ૨૦૦૬થી મે અને ઓકટોબર મહિનાના બીજા શનિવારને ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી હતી.વર્ષ ૨૦૦૬માં વિશ્વના લગભગ ૧૧૮ દેશોએ ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસની ઉજવણી કરી હતી.‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ યાયાવર પક્ષીની રક્ષા અને પ્રજનન કરવા આવતા પક્ષીઓના રોકાવાના સ્થળોનુ રક્ષણ કરવુ છે. આ વર્ષ ૨૦૨૫માં ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ ‘પક્ષી-મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયોનું નિર્માણ’ની થીમ પર યોજાશે.
માનવીય ગતિવિધીઓ અને શહેરીકરણના કારણે યાયાવર પક્ષીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી યાયાવર પક્ષીઓ માટે જનજાગૃતિ લાવવા માટે આ થીમ રાખવામાં આવી છે.ગુજરાત રાજયમાં નળ સરોવર પક્ષી અભયારણ્ય-અમદાવાદ, ખીજડીયા પક્ષી અભયારણ્ય-જામનગર, વઢવાણા સરોવર-વેટલેન્ડ, થોળ વન્યજીવ અભયારણ્ય, રામસર સાઇટ્સ પર યાયાવર પક્ષીઓ જોવા મળે છે.ગુજરાતના રાજયના છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે રામી ડેમ અને સુખી ડેમ પાસે યાયાવર પક્ષીઓ પોતાના માળા બનાવી પ્રવાસ દરમિયાન વસવાટ કરે છે. આ યાયાવર પક્ષીઓમાં મલાગીર કસતુરો વૈજ્ઞાનિક નામ (ઝૂથેરા સિટ્રીના), ચાતક, કાળો થરથરોનું વૈજ્ઞાનિક નામ (Phoenicurus ochruros rufiventris), GreyLag Goose, વૈજ્ઞાનિક નામ (Anser), BarHeaded Goose વૈજ્ઞાનિક નામ (Anser indicus) Eurasian Hobby, વૈજ્ઞાનિક નામ (Falco subbuteo) જોવા મળે છે.છોટાઉદેપુર જિલ્લામાં દર વર્ષે રામી ડેમ અને સુખી ડેમ પાસે યાયાવર પક્ષીઓ નવેમ્બરથી પ્રજનન માટે આવવાનું શરૂ કરી છે. વાઈલ્ડ લાઇફ ફોટોગ્રાફિ કરનાર ફોટોગ્રાફરો માટે રામી ડેમ અને સુખી ડેમ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. અહી પક્ષીઓ એકલા અથવા સમુહમા જોવા મળતા હોય છે.
રિપોર્ટર :- રેહાન પટેલ છોટાઉદેપુર