ગત રોજ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવવાડી ના મહંત શિરોમણી હઠયોગી એવા પ. પૂ. મહંત શ્રી ભોલેગીરી બાપુ જે ગઈ કાલે બ્રહ્મલિન થયાં તેમને આજ રોજ શિવવાડી મંદિર ના પટાગંણ માં સમાધિ આપવામાં આવી હતી.
જેમાં સમાધિ આપતાં પહેલા બાપુને મંદિરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી બાપુની સમાધિ આપવામાં આવી હતી. બાપુની અંતિમયાત્રા માં વાઘોડિયા ના ભૂતપૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ, કથાકારો સંતો મહંતો તેમજ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.