
ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા; રિક્ટર સ્કેલ પર તીવ્રતા ૪.૩; જાન-માલનું નુકસાન નહીં
મંગળવાર એટલે કે ગઈકાલનો દિવસ જાણે ભારત માટે ભારે રહ્યો હતો. બપોરે જમ્મુ-કાશ્મીર ના પહેલગામ માં થયેલા આતંકવાદી હુમલા માં ૨૬ લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ મોડી રાત્રે ગુજરાતના કચ્છ માં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા ૪.૩ નોંધાઈ હતી.
૨૨ એપ્રિલની રાત્રે ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભારતીય સમય મુજબ રાત્રે ૧૧:૨૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૪.૩ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા, NCS એ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર 23.52° ઉત્તર અક્ષાંશ અને 69.95° પૂર્વ રેખાંશ પર હતું. વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.