પ. પૂ. મહંત શ્રી ભોલેગીરી બાપુ બ્રમ્હલીન થતા ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો દર્શનાર્થે ઉમટી પડ્યા.
ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લા ના કરજણ ને. હા. નં. ૪૮ પર આવેલા શિવ વાડી મંદિર ખાતે આશરે ૪૫ વર્ષ થી સેવા પુંજા કરતા સંત શિરોમણી શ્રી પંચ દશનામ આવાહન અખાડાના પ. પૂ. હઠ તપસ્વી શ્રી ભોલેગીરી બાપુને આજે સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે છાતીમાં દુખાવો થતા ભોલેગીરી મહારાજ ને સારવાર અર્થે ઇમર્જન્સી એમ્બયુલેન્સ ૧૦૮ દ્વારા માંજલપુર ખાતે લાવેલ બેન્કરહાર્ટ માં સારવાર દરમિયાન બ્રહ્મલિન થતા ભાવિ ભક્તો તેમજ સંતોમાં શોકની લાગણી વર્તાઈ હતી. દુઃખદ સમાચાર વાયુ વેગે ફેલાતા શિવ વાડી ખાતે ભાવિ ભક્તો ની મહેરામણ ઉમટી પડી હતી. ભોલેગીરી મહારાજના પાર્થિવ દેહને દર્શન માટે સમાધિ કરવામાં આવી હતી જેથી આવેલ તમામ ભાવિ ભક્તો દર્શન નો લ્હાવો લઈ શકે. આવતી કાલે સવારે ૯ થી ૧૨ માં દર્શન તેમજ બપોરે ૨:૦૦ કલાકે ભોલેગીરી મહારાજ ને સમાધિ આપવામાં આવશે.
બ્યુરો રિપોર્ટ : કરજણ.