વડોદરામાં પણ રાજા-રાણી તળાવમાં અસંખ્ય દબાણો મામલે ભાજપના પૂર્વ કાઉન્સિલરે આ દબાણો દૂર કરવા માંગણી કરી છે.

વડોદરાના રાજા રાણી તળાવ અને અજબ તળાવ આસપાસમાં 500થી વધુ કાચા પાકા મકાનોના દબાણ ખડકાયેલા છે.અજબ અને રાજારાણી તળાવ વચ્ચે પણ 10 ફૂટનો પાકો બ્રિજ બનાવી દીધો છે.

રાજા રાણી તળાવ માંથી પસાર થતી પાણીની મુખ્ય ઉપર પણ કાચા પાકા મકાનો બની ગયા છે.પાણીની લાઈન પર જ 100 થી વધુ મકાનના દબાણો ઉભા થઇ ગયા છે.વર્ષોથી ગેરકાયદેસર દબાણો વધ્યા હોય છતાં કોર્પોરેશન તંત્ર હાથ પર હાથ ધરીને બેઠું છે.જો અમદાવાદના ચંડોળા તળાવમાં બુલડોઝર ફરતું હોય તો વડોદરામાં કેમ નહીં ?

તેવા સવાલો સાથે પૂર્વ કાઉન્સિલર વિજય પવારે તાત્કાલિક દબાણ દૂર કરવા પુનઃ માંગણી કરી છે.તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી દબાણોને લઈ હું રજૂઆત કરી રહ્યો છું.બહારના લોકો આવીને અહીં મકાનો બાંધી વસવાટ કરી રહ્યા છે.

  • Related Posts

    વડોદરાના ભ્રષ્ટાચારી ખાણ ખનીજ ખાતાના 4 લાંચીયા અધિકારી ઝડપાયા

    કચેરીનો ક્લાર્ક અને ત્રણ અધિકારી સામે એસીબીએ 2 લાખની લાંચનો ગુનો નોંધ્યો વડોદરાના કુબેરભુવનમાં આવેલા ખાણ ખનિજ ખાતાના 4 કર્મચારી તથા અધિકારી 2 લાખની લાંચ લેતા ઝડપાતા ખળભળાટ મચી ગયો…

    ૧૦ મે: ‘વિશ્વ સ્થળાંતર-યાયાવર પક્ષી’ દિવસ ૨૦૨૫

    છોટઉદેપુર જિલ્લામાં યાયાવર પક્ષીઓ માટે રામી ડેમ અને સુખી ડેમ પ્રથમ પસંદગી દુનિયામાં પક્ષીઓનો વિશાળ અને અદભૂત સંસાર વસે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે હજારો પક્ષીઓ શરદી અને ચોમાસાની ઋતુમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    Hack HaberNike dunk customfeatures car Deneme Bonusu
    error: Content is protected !!